ડિમ્પલ કપાડિયાની હૉલીવુડ ફિલ્મ ‘ટેનેટ’ ભારતમાં આ તારીખે થશે રિલીઝ

Published: 23rd November, 2020 12:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ક્રિસ્ટોફર નોલાનની જાસૂસ થ્રિલર ફિલ્મ 'ટેનેટ' ચાર ડિસેમ્બરે ભારતમાં મોટા પડદે રિલીઝ થશે

તસવીર સૌજન્ય: ટ્વીટર
તસવીર સૌજન્ય: ટ્વીટર

બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કપાડિયા (Dimple Kapadia)ની હૉલીવુડ ફિલ્મ જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાતી હતી તેની રિલીઝ તારીખની આખરે જાહેરાત થઈ ગઈ છે. ક્રિસ્ટોફર નોલાનની જાસૂસ થ્રિલર ફિલ્મ 'ટેનેટ' ચાર ડિસેમ્બરે ભારતમાં મોટા પડદે રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ઘણા મહિનાઓથી અટકી હતી.. પણ હવે બહુ જલ્દી તે થિયેટરમાં જોવા મળશે. ભારતના દર્શકો માટે ફિલ્મ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.

અભિનેત્રી ડિમ્પલ કપાડિયા ફિલ્મ 'ટેનેટ' માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. અભિનેત્રીએ એક વીડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. જેમાં તે કહે છે કે, ‘4 ડિસેમ્બરે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ટેનેટ' ભારતના તમામ થિયેટરોમાં રિલીઝ થવાની જાહેરાત કરતા મને ખૂબ આનંદ થાય છે. મારા માટે આ પ્રોજેક્ટ સાથે સંકળાવવું તે ખૂબ જ સન્માનની વાત છે. આ ફિલ્મમાં એક્શન સિક્વન્સ, ટ્વિસ્ટ અને ટર્ન્સ શ્રેષ્ઠ છે, જેનો આનંદ તમે ફક્ત મોટા પડદા પર જ લઈ શકો છો’.

 
 
 
View this post on Instagram

A post shared by Twinkle Khanna (@twinklerkhanna)

ફિલ્મ 'ટેનેટ' પહેલા 17 જુલાઈના રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાને કારણે થિયેટર બંધ હોવાથી રિલીઝ થઈ શકી નહોતી. હવે આ ફિલ્મ ભારતમાં છેલ્લી રિલીઝ થશે કારણ કે અહીં થિયેટરો બંધ હતા. યુકેમાં 26 ઓગસ્ટે અને યુએસમાં ત્રણ સપ્ટેમ્બરે થિયેટરો ખુલી ગયા હતા. ત્યારબાદ ત્યા આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ હતી. કોરોના મહામારીને પગલે રિલીઝ થયેલી આ ફિલ્મને વિવેચકોની આલોચના મળી છે.

'ટેનેટ'માં ડિમ્પલ કપાડિયા સિવાય હૉલીવુડના અભિનેતા કેનેથ બ્રેનાઘ, એરોન ટેલર-જહોનસન, માઇકલ કેઈન, હિમેશ પટેલ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: ટ્વિન્કલ ખન્નાએ સ્કૉટલેન્ડમાં જોઈ ડિમ્પલની હૉલીવુડ ફિલ્મ, કરી આ ફરિયાદ

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટેનેટ'એ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 350 મિલિયનની કમાણી કરી છે. 200 મિલિયન ડોલરથી વધુના બજેટમાં બનાવેલી આ ફિલ્મ બારતમાં પણ સારી કમાણી કરશે તેવી અપેક્ષા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK