લતા મંગેશકર બાદ હવે ડિમ્પલ કપાડિયા હૉસ્પિટલમાં દાખલ, અક્ષય અને ટ્વિંકલ પહોંચ્યા મળવા

Published: Nov 16, 2019, 16:29 IST | Mumbai Desk

અક્ષય કુમાર પોતાના સાસુમા ડિમ્પલ કપાડિયાને મળવા ગયો હતો, જે બીમાર છે.

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારના સાસ ડિમ્પલ કપાડિયા હિંદુજા હૉસ્પિટલમાં દાખલ છે. તાજેતરમાં જ અક્ષય કુમારને હૉસ્પિટલની બહાર સ્પૉટ કરવામાં આવ્યા હતા, જેનાથી પ્રશંસકોને એવું લાગ્યું કે અક્ષય કુમાર બીમાર છે. જો કે, પછીથી ખબર પડી કે અક્ષય કુમાર પોતાના સાસુમા ડિમ્પલ કપાડિયાને મળવા ગયો હતો, જે બીમાર છે.

અક્ષય કુમાર ગુરુવારે હિંદુજા હૉસ્પિટલ ગયો હતો અને આજે ટ્વિંકલ ખન્નાને હૉસ્પિટલની બહાર ક્લિક કરવામાં આવી હતી. ટ્વિંકલ ખન્નાને પાપારાઝીએ પોતાની બીમાર માતાને મળવા જવા દરમિયાન હૉસ્પિટલની બહાર સ્પૉટ કરવામાં આવી હતી. ડિમ્પલ કપાડિયા તાજેતરમાં જ પોતાવી હૉલીવુડ ફિલ્મ 'ટેનટ' માટે ચર્ચામાં આવી હતી. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન હોલીવુડ ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલને કર્યો હતો. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે મુંબઇના ગેટવે ઑફ ઇન્ડિયા પર સ્પૉટ કરવામાં આવ્યું હતું.

'ટેનટ ક્રિસ્ટોફર નોલન દ્વારા લિખિત અને નિર્દેશિત એક થ્રિલર ફિલ્મ છે. તે આ ફિલ્મને ફિલ્મ નિર્માતા એમ્મા થૉમસ સાખે કૉ-પ્રૉડ્યૂસ પણ કરી રહ્યા છે. 'ટેનટ' એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે અને તેને સાત દેશોમાં શૂટ કરવામાં આવશે. ફિલ્મ જુલાઈ 2020માં સ્ક્રીન પર રિલીઝ થવાની છે. અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. તેમના બાળકો પણ છે. અક્ષય કુમાર બોલીવુડના સફળ કલાકારોમાં સામેલ છે. તેની કેટલીય ફિલ્મો બૉક્સ ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ હાઉસફુલ 4 આવી હતી.

 
 
 
View this post on Instagram

#dimplekapdia snapped in juhu

A post shared by Viral Bhayani (@viralbhayani) onMar 29, 2018 at 3:20am PDT

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

આ ફિલ્મમાં તેમના સિવાય બૉબી દેઓલ, રિતેશ દેશમુખ, પૂજા હેગડે, કૃતિ ખરબંદા અને કૃતિ સેનન જોવા મળી હતી. આ વર્ષે અક્ષય કુમારની કુલ ચાર ફિલ્મો આવી છે અને ચારે ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર સારું વેપાર કર્યું છે. આ વર્ષે પણ તેની ફિલ્મ ગુડ ન્યૂઝ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેના સિવાય કરીના કપૂર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝની પણ મુખ્ય ભૂમિકા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK