Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાની સ્પોન્સર હોવાથી અમેરિકાની ટૂર પોસ્ટપોન્ડ કરી દિલજિતે

પાકિસ્તાની સ્પોન્સર હોવાથી અમેરિકાની ટૂર પોસ્ટપોન્ડ કરી દિલજિતે

12 September, 2019 12:49 PM IST | મુંબઈ

પાકિસ્તાની સ્પોન્સર હોવાથી અમેરિકાની ટૂર પોસ્ટપોન્ડ કરી દિલજિતે

દિલજિત દોસંજ

દિલજિત દોસંજ


દિલજિત દોસંજે તેની અમેરિકાની આગમી ટૂરને પોસ્ટપોન્ડ કરી છે. આ ટૂરને પાકિસ્તાની રેહાન સિદ્દિકી પ્રમોટ કરી રહ્યો છે. ફૅડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીસ દ્વારા દિલજિતને આ વિશે વિનંતી કરવામાં આવી હતી કે તે આ ટૂરને કૅન્સલ કરે. પાકિસ્તાની સાથે જોડાવાથી ઇન્ડિયનની લાગણીઓને ઠેસ પહોંચતી હોવાથી તેને આ અપિલ કરવામાં આવી છે. આ અપિલને મહત્વ આપતા દિલજિતે તેની ટૂરને પોસ્ટપોન્ડ કરી છે. આ વિશે દિલજિતે ગઈ કાલે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં તેણે લખ્યું હતું કે ‘મને અપિલ કરવામાં આવી હતી એની મને આજ પહેલાં જાણ નહોતી. મારો કૉન્ટ્રેક્ટ શ્રી બાલાજી એન્ટરટેઇનમેન્ટ સાથે છે. મારી કોઈ પણ ડીલ અને એગ્રીમેન્ટ્સ તેમની સાથે થાય છે. તેમજ ફેડરેશનના લેટરમાં કોઈનું પણ નામ નથી. જોકે ફેડરેશનની અપિલને ધ્યાનમાં રાખી મેં મારી ટૂરને હાલ પૂરતી પોસ્ટપોન કરી છે. હું મારા દેશને પ્રેમ કરું છું અને દેશના હિતને ધ્યાનમાં રાખીને હંમેશાં કામ કરીશ.’

આ પણ વાંચો : હું અમૃતા પ્રીતમનું પાત્ર નથી ભજવી રહી : તાપસી પન્નુ



દિલજિતના આ નિર્ણયથી ફેડરેશન દ્વારા તેનો આભાર માનવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 12:49 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK