Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલજિત દોસંજ, મનોજ બાજપાઇ, ફાતિમા સના શેખ દેખાશે સૂરજ પે મંગલ ભારીમાં

દિલજિત દોસંજ, મનોજ બાજપાઇ, ફાતિમા સના શેખ દેખાશે સૂરજ પે મંગલ ભારીમાં

25 December, 2019 02:45 PM IST | Mumbai Desk

દિલજિત દોસંજ, મનોજ બાજપાઇ, ફાતિમા સના શેખ દેખાશે સૂરજ પે મંગલ ભારીમાં

દિલજિત દોસંજ, મનોજ બાજપાઇ, ફાતિમા સના શેખ દેખાશે સૂરજ પે મંગલ ભારીમાં


‘સૂરજ પે મંગલ ભારી’ ફૅમિલી-કૉમેડીમાં દિલજિત દોસંજ, મનોજ બાજપાઇ અને ફાતિમા સના શેખ લીડ રોલમાં જોવા મળશે. આ ત્રણેય પહેલી વાર એક સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને અભિષેક શર્મા ડિરેક્ટ અને ઝી સ્ટૂડિયોઝ પ્રોડ્યુસ કરશે. ફિલ્મ 

વિશે જણાવતાં અભિષેક શર્માએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’ એક અનોખી ફૅમિલી-કૉમેડી છે અને અલગ હ્યુમરની સાથે ફિલ્મનાં કૅરૅક્ટર્સ સાથે પણ તાલમેળ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી ૧૯૯૦નાં દાયકાની રહેશે. એ સમયમાં ના તો સોશ્યલ મીડિયા અને ના તો મોબાઇલ ફોનનું ચલણ હતું. મને ખાતરી છે કે ફૅમિલી ઑડિયન્સને દિલજિત દોસંજ, મનોજ બાજપાઇ અને ફાતિમા સના શેખ જેવા કલાકારોની ટીમ એન્ટરટેઇનમેન્ટ પૂરુ પાડશે. ઝી સ્ટૂડિયોઝ સાથે પહેલી વાર કામ કરવાને લઈને હું ગર્વ અને ઉત્સાહ અનુભવુ છું. અમે ફિલ્મનું શૂટિંગ એક સાથે પૂરુ કરવાનાં છીએ. ૬ જાન્યુઆરીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીને માર્ચની મધ્યમા પૂરુ કરીશું. સાથે જ ફિલ્મને વર્ષનાં એન્ડમાં રિલીઝ કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2019 02:45 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK