Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીનાનો દિવાનો છે દિલજીત, આ રીતે કરી મનની વાત

કરીનાનો દિવાનો છે દિલજીત, આ રીતે કરી મનની વાત

14 July, 2019 05:49 PM IST | મુંબઈ ડેસ્ક

કરીનાનો દિવાનો છે દિલજીત, આ રીતે કરી મનની વાત

દિલજીત દોસાંઝ સાથે કરીના કપૂર ખાન

દિલજીત દોસાંઝ સાથે કરીના કપૂર ખાન


દિલજીત દોસાંઝે બોલીવુડમા પોતાની શરૂઆત કરીના કપૂર ખાનની ફિલ્મ "ઉડતા પંજાબ" સાથે કરી છે એ તો બધાને ખ્યાલ છે જ પણ તાજેતરમાં જ એ વાત બહાર આવી છે કે દિલજીત દોસાંઝને કરીના પ્રત્યે ક્રશ છે. આ કોઇ બ્રેકિંગ ન્યૂઝ નથી કારણકે મોટા ભાગના લોકોને કરીના પ્રત્યે ક્રશ છે. પણ દિલજીત દોસાંઝનો ક્રશ થોડો વધારે જ સિરીયસ છે કારણકે તેણે કરીના માટે એક ગીત રેકોર્ડ કર્યું છે અને વીડિયો જોયા પછી કરીનાએ દિલજીતનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તે ખૂબ જ ખુશ છે કે દિલજીતે તેને પોતાનું ગીત ડેડિકેટ કર્યું.

કરીના રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જજ તરીકે જોવા મળે છે. આ અઠવાડિયે શોમાં ફિલ્મ અર્જુન પટિયાલાના સ્ટાર્સ કૃતિ સેનોન અને દિલજીત દોસાંઝ ફિલ્મનું પ્રમોશન કરવા આવ્યા હતા. દિલજીત માટે આ નસીબની વાત હતી કે ત્યાં જજ તરીકે કરીના કપૂર હતી, અને શૉ દરમિયાન કરીનાએ કહ્યું કે દિલજીત મારો સૌથી મોટો ચાહક હોવાનો દાવો કરે છે, પણ તે હકીકતે મારી સાથે વાત પણ મુશ્કેલથી કરે છે. આ સાંભળીને દિલજીત થોડો શરમાઈ ગયો અને તેણે કહ્યું, "જ્યારે કોઈ પ્રશંસક પોતાના ભગવાનને મળે છે ત્યારે તે વધુ બોલી નથી શકતો, પણ મેં તમારી માટે એક ગીત સુદ્ધા બનાવી દીધું છે."



સિંગરથી એક્ટર બનેલા દિલજીતે પોતાના સિંગલ કાઇલ+કરીના રિલીઝ કર્યું છે. જેમાં તેણે કરીના અને કાઇલી જેનર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. દિલજીત કેટલીય વાર કાઇલી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યો છે તેના પર ટ્વીટ્સ પણ કરી ચૂક્યો છે. અને હવે તેણે કરીના પ્રત્યો પોતાનો પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યો છે.


જણાવીએ કે કરીનાએ પિન્ક આઉટફિટમાં દિલજીત માટે એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં તે તેને ગીત માટે થેન્ક્યુ કહી રહી છે. એટલું જ નહીં તેણે કહ્યું કે તેને આશા છે કે હવે દિલજીત તેની સાથે વાત કરશે.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?


વર્કફ્રન્ટની વાત કરીએ તો દિલજીત અને કરીના ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં દેખાશે. આમાં તેની સાથે અક્ષય કુમાર અને કિયારા અડવાણી પણ હશે. ફિલ્મ આ વર્ષે 27 ડિસેમ્બરના રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 05:49 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK