Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલીપ કુમારના બીજા ભાઇ અહસાન ખાનનું પણ કોરોનાને કારણે નિધન

દિલીપ કુમારના બીજા ભાઇ અહસાન ખાનનું પણ કોરોનાને કારણે નિધન

03 September, 2020 09:20 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

દિલીપ કુમારના બીજા ભાઇ અહસાન ખાનનું પણ કોરોનાને કારણે નિધન

દિલીપ કુમાર

દિલીપ કુમાર


દિલીપ કુમારના ભાઇ અહસાન ખાનનું બુધવારે રાતે નિધન થઈ ગયું. તે કોરોના સંક્રમિત હતા. 11 દિવસ પહેલા તેમના ભાઇનું પણ કોરોનાને કારણે નિધન થઈ ગયું હતું. 21 ઑગસ્ટના રોજ તેમના ભાઇ અસલમ ખાનનું કોવિડ-19ને કારણે નિધન થયું હતું.

દિલીપ કુમાર કરતાં બન્ને ભાઇઓ હતા નાના
અસલમ અને અહસાન ખાન બન્નેના કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યા હતા, ત્યાર બાદ ઑક્સિજન લેવલ ઘટવાને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.



તેમની ક્રિટિકલ કંડિશન જોતાં તેમના પરિવારના કેટલાક સભ્યોને અંદાજ હતો તેમના સ્વસ્થ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. અહસાન ખાન અને અસલમ ખાન બન્ને દિલીપ કુમાર કરતાં નાના હતા.


દિલીપ કુમારના ટ્વિટર પરથી પણ શૅર કરવામાં આવી માહિતી


11 દિવસના અંતરે થયું બન્નેનું નિધન 
અહસાન ખાનની ઉંમર 90ની આસપાસ હતી. તે બ્લડ પ્રેશન અને હાર્ટના પણ દર્દી હતા. દિલીપ કુમારના બન્ને ભાઇઓનું નિધન 11 દિવસના અંતરે થયું.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2020 09:20 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK