દયાબેનના કમબેક પર જેઠાલાલે કહી આ વાત, ખોલ્યું રહસ્ય

Published: Jul 14, 2019, 13:50 IST | મુંબઈ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસી પર જેઠાલાલે આ નિવેદન આપ્યું છે. અને એક રહસ્ય પણ ખોલ્યું છે.

આ શું કહ્યું જેઠાલાલે?
આ શું કહ્યું જેઠાલાલે?

સબ ટીવીના સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિશા વાકાણીની વાપસીને લઈને અનેક ખબરો આવી રહી છે. આ લગભગ નક્કી થઈ ચુક્યું છે કે દિશા વાકાણી હવે શોમાં પાછા નહીં આવે. મેકર્સ પણ એ વાત પર મહોર લગાવી ચુક્યા છે કે નવી દયા બેન માટે શોધ ચલાવવામાં આવી રહી છે. આ વચ્ચે દિલીપ જોશી એટલે કે શોના જેઠાલાલનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ જૂના દયાબેનને લાવવા માંગે છે. જો કે મેકર્સે દયાબેનના રોલ માટે બડે અચ્છે લગતે હૈની એક્ટ્રેસ વિભૂતી શર્મા અપ્રોચ કર્યો છે.

જેઠાલાલે એક અંગ્રેજી અખબારને એક ઈંટરવ્યૂમાં બે વર્ષ પહેલા દિશા વકાણીએ જ્યારે ટીમને જણાવ્યું હતું કે તે મેટરનિટી લીવ પર જઈ રહી છે ત્યારે આખી ટીમ અને ક્રૂ મેમ્બર્સ ટેન્શનમાં આવી ગયા હતા. એવું વિચારવા મંડ્યા હતા કે દયાના કેરેક્ટર વગર આ શો કેવી રીતે ચાલશે. જેઠાલાલ અને દયાનું કિરદાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું નથી કે કોઈ કલાકારને બદલાઈ નથી શકતા અને આવું પહેલા પણ થઈ ચુક્યું છે.

દયાબેનને લઈને જેઠાલાલે એ પણ કહ્યું કે દિશા આ કિરદારમાં 10 વર્ષથી કામ કરી રહી છે. જે ઓછો સમય નથી. હું એ વાત સમજું છું કે જ્યારે એક મહિલા માં બની જાય છે તો તેની પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે,પરંતુ આખરે તે એક કલાકાર છે. એક કલાકાર સેટથી વધુ સમય દૂર નથી રહી શકતા. અને હું પ્રાર્થના કરી રહ્યો છં કે દિશા જલ્દી જ શોમાં પાછો આવવી માંગશે. તેમણે આ કિરદાર માટે ખૂબ જ મહેનત કરી છે અને તે બરબાદ નહીં થવી જોઈએ.

નક્કી છે વિભૂતિ શર્માનું નામ
લાંબા સમયથી દયાબેનના રોલ માટે ઑડિશન ચાલી રહ્યા હતા, પરંતુ એક્ટ્રેસનું નામ ફાઈનલ નહોતું થઈ રહ્યું. પરંતુ જ્યારે સેટ પરના સૂત્રના માધ્યમથી ખબર પડી છે કે દયાબેનના રોલમાં વિભૂતિનું મૉક શૂટ પણ કરી લીધું છે જેમાં તે દિશા જેવી જ લાગી રહી છે. જો તે વિભૂતિએ હજી સુધી કોન્ટ્રાક્ટ  સાઈન નથી કર્યું. કારણ કે પ્રોડ્યૂસર મોદી દયાબેનના રોલ માટે કોઈ સમજૂતી નથી કરવા ઈચ્છતા.

આ પણ જુઓઃ જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

આટલા માટે જતી રહી જૂની દયાબેન
દયાબેને વર્ષ 2017માં એક દીકરીને જન્મ આપ્યો હતો અને એ પહેલા તે મેટરનિટી લીવ પર ચાલી ગઈ હતી. તે બાદ શોમાં પાછા ફરવા માટે કેટલીક શરતો રાખી હતી જેના માટે અસિત મોદી તૈયાર ન થયા અને દિશાએ પણ તેની માંગણી સાથે કોઈ ફેરફાર નથી કર્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK