ફરી એક વાર બેલી ડાન્સથી દીવાના કરવા તૈયાર છે નોરા , જુઓ તેની કાતિલ અદાઓ

Published: Jul 12, 2019, 19:19 IST | મુંબઈ

દિલબર ગર્લ નોરા ફતેહી ફરી ધમાલ મચાવવા તૈયાર છે. તેના નવા ગીત ઓ સાકી સાકીનું ટીઝર રીલિઝ થયું છે.

ફરી એક વાર બેલી ડાન્સથી દીવાના કરવા તૈયાર છે નોરા
ફરી એક વાર બેલી ડાન્સથી દીવાના કરવા તૈયાર છે નોરા

દિલબર ગર્લ નોરા ફતેહી ફરી એકવાર પોતાની બેલી ડાન્સિંગથી તમને દીવાના બનાવવા માટે તૈયાર છે. નોરાએ વર્ષ 2018માં જૉન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેના દિલબર ગીત પર ડાન્સ કર્યો હતો. નોરાનો બેલી ડાન્સ તેમાં એટલો સરસ હતો કે કે લોકોના દિમાગ પર હજુ પણ છવાયેલો છે.

હવે નોરા વધુ એક વાર જૉનની ફિલ્મ બાટલા હાઉસમાં ગીત સાકી સાકી પર ડાનસ કરશે. ગીતનું ટીઝર જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ખૂબ જ જબરદસ્ત છે. ટીઝર એટલું જોરદાર છે તો તો ગીત કેટલું જબરદસ્ત રહેશે. ટીઝરથી સમજાઈ રહ્યું છે કે આ ગીત સંજય દત્ત, અનીલ કપૂર અને સમીરા રેડ્ડીની ફિલ્મ મુસાફિરના ગીતની રિમેક છે. આ ગીત પર કોઈના મિત્રાએ ડાન્સ કર્યો હતો. 15 જુલાઈએ આખું ગીત રિલીઝ કરવામાં આવશે.

હાલમાં જ ફિલ્મનું ટ્રેલર પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જૉન અબ્રાહમ લીડ રોલમાં નજર આવશે. દિલ્હીમાં 2008માં થયેલા એનકાઉન્ટરમાં બે આતંકીઓને પોલીસે ઠાર કર્યા હતા. આ તેના પર જ આધારિત છે. ફિલ્મમાં જૉન એક મુસ્લિમ પોલીસ ઑફિસરના કિરદારમાં છે જે એનકાઉન્ટર કરે છે.

ફિલ્મ 15 ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. જૉનની આ ફિલ્મ સામે પડકાર એ છે કે આ જ દિવસે અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ અને પ્રભાસની સાહો પણ રિલીઝ થઈ રહી છે. જો કે આ બાબતથી જૉન પરેશાન નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK