સુશાંતે સંજનાને છેલ્લા મેસેજમાં શું લખ્યું હતું તે અભિનેત્રીએ જણાવ્યું

Updated: Jul 23, 2020, 15:20 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

ફિલ્મમાં સુશાંત સાથે સંજના સાંઘી(Sanjana Sanghi) પણ દેખાવાની છે. હાલ સંજના પોતાની ફિલ્મને લઈને વર્ચ્યુઅલ પ્રમોશનમાં વ્યસ્ત છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે સંજના સાંઘી (દિલ બેચારા) તસવીર સૌજન્ય સંજના સાંઘી ઇન્સ્ટાગ્રામ
સુશાંત સિંહ રાજપૂત સાથે સંજના સાંઘી (દિલ બેચારા) તસવીર સૌજન્ય સંજના સાંઘી ઇન્સ્ટાગ્રામ

સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ની છેલ્લી ફિલ્મ આવતી કાલે એટલે કે 24 જુલાઇના રોજ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર(Hotstar) પર રિલીઝ થવાની છે અને ચાહકો આ ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. ફિલ્મમાં સુશાંત સાથે સંજના સાંઘી(Sanjana Sanghi) પણ દેખાવાની છે. હાલ સંજના પોતાની ફિલ્મને લઈને વર્ચ્યુઅલ પ્રમોશનમાં વ્યસ્ત છે.

દરમિયાન સંજનાએ જણાવ્યું કે સુશાંતે તેને છેલ્લા મેસેજમાં શું કહ્યું હતું. સંજનાએ જણાવ્યું કે સુશાંતે જ્યારે છેલ્લે તેને મેસેજ કર્યો ત્યારે તેણે લખ્યું હતું કે, "શાઇન ઑન રૉકસ્ટાર". સંજનાએ કહ્યું કે આ મેસેજ તની માટે હંમેશાં ખાસ રહેશે અને તે આજીવન આમાંથી પ્રેરણા લેવાનો પ્રયત્ન કરતી રહેશે.

સંજનાએ આગળ કહ્યું કતે તે પોતાની ડેબ્યૂ ફિલ્મને લઈને થોડી નર્વસ પણ છે કારણકે આ તેની પહેલી ફિલ્મ છે અને તે એકલી જ આનું પ્રમોશન કરી રહી છે. સુશાંત હવે આ વિશ્વમાં નથી અને તેને નથી ખબર કે તે ચાહકો સુધી પોતાની ફિલ્મને યોગ્ય રીતે પહોંચાડી શકે છે કે નહીં.

તો જો ફિલ્મને અત્યાર સુધી મળેલા રિસ્પૉન્સની વાત કરીએ તો ટ્રેલરને ચાહકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. ફિલ્મનું ટ્રેલર વિશ્વનું સૌથી વધારે લાઇક થયેલું ટ્રેલર બન્યું છે.

આ પણ વાંચો : જ્યારે ‘દિલ બેચારા’ના ગીત ‘તારે ગીન’માં સુશાંતના એક્સપ્રેશન જોઇ યાદ આવે SRK

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘીની ફિલ્મ 'Dil Bechara'આ વર્ષની મોસ્ટ મચ અવેઇટેડ ફિલ્મોમાંની એક છે. ફિલ્મનું ટ્રેલર 6 જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના પછી આ ટ્રેલર કરોડો લોકોએ જોયું અને આ સુશાંતની અત્યાર સુધીની બધી ફિલ્મોમાંથી વધારે વાર જોવામાં આવેલું ટ્રેલર બની ગયું છે. 'દિલ બેચારા'ને અત્યાર સુધી 78 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. જો કે, સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'દિલ બેચારા' વર્ષ 2012માં આવેલી હૉલીવુડ ફિલ્મ 'ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર'(The Fault in Our Stars)ની ઑફિશિયલ હિન્દી રીમેક છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK