ડિજિટલ સ્ટાર મિથિલા પાલકરે લિટલ થિંગ્સના નવા ચાહકોનો આભાર માન્યો

Published: Apr 10, 2020, 17:49 IST | Nirali Dave | Mumbai Desk

લૉકડાઉન પિરિયડમાં લોકો નેટફ્લિક્સ પર અવેલેબલ સિરીઝ ‘લિટલ થિંગ્સ’ બિંજ-વૉચ કરી રહ્યા છે ત્યારે એનાથી ખુશ થઈને મિથિલા પાલકરે ચાહકોનો આભાર માન્યો

કેટલાક કલાકારો એવા છે જેઓ ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે જ આજે ઓળખાય છે. આવી જ એક અભિનેત્રી એટલે મિથિલા પાલકર. યુટ્યુબરથી ફિલ્મો સુધીની સફર ખેડનારી મિથિલા ‘લિટલ થિંગ્સ’ વેબ-સિરીઝ પછી વધુ જાણીતી થઈ. આ શોમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક કપલની વાત છે. તેમની વાતચીત, કિસ્સાઓ અને જિંદગીના ઉતાર-ચડાવ આ શોમાં દર્શાવવામાં આવ્યાં છે. મિથિલા સાથે ધ્રુવ સહેગલને મુખ્ય કલાકાર તરીકે ચમકાવતી આ સિરીઝની પહેલી સીઝન ૨૦૧૬માં ‘ડાઇસ મીડિયા’ની યુટ્યુબ ચૅનલ પર રિલીઝ થઈ હતી, પણ એને અત્યંત લોકપ્રિયતા મળ્યા બાદ બીજી અને ત્રીજી સીઝનને ઓટીટી પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.

કોરોના-લૉકડાઉનને લીધે લોકો ઘેરબેઠાં ફિલ્મો અને વેબ-સિરીઝ જોઈ રહ્યા છે એમાં અમુક દર્શકો ફરી ‘લિટલ થિંગ્સ’ જોઈ રહ્યા છે તો શોને અઢળક નવા વ્યુઅર્સ પણ મળ્યા છે. એટલું જ નહીં, આ શો જોઈને કલાકારોની ચોમેર પ્રશંસા પણ થઈ રહી છે. મિથિલાએ આ રિસ્પૉન્સથી ખુશ થઈને સોશ્યલ મીડિયા પર ચાહકોનો આભાર માનતાં લખ્યું કે ‘આ શો વિશે મેસેજ કરનાર દરેક વ્યક્તિનો હું દિલથી આભાર માનું છું. ઘણા લોકો આ શો બિંજ-વૉચ કરી રહ્યા છે જેમાં કેટલાક નવા વ્યુઅર્સ છે તો કેટલાક ફરી આ શો જોઈ રહ્યા છે. લૉકડાઉનના આવા પેઇનફુલ સમયમાં અમે તમારા ચહેરા પર ખુશી લાવી શક્યા એનો અમને આનંદ છે. પ્લીઝ, એટલું યાદ રાખજો કે આપણે બધા સાથે છીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK