રાધેશ્યામના જુદા-જુદા વર્ઝન માટે પસંદ કરવામાં આવ્યા વિવિધ મ્યુઝિશ્યન

Published: 11th February, 2021 11:41 IST | Harsh Desai | Mumbai

કોઈ પણ ફિલ્મ માટે મ્યુઝિક અને સૉન્ગ ખૂબ જ મહત્ત્વનાં હોય છે અને એથી જ આ ફિલ્મ માટે ઇન્ડિયાના વિવિધ મ્યુઝિશ્યનને પસંદ કરવામાં આવ્યાં છે.

રાધેશ્યામના જુદા-જુદા વર્ઝન માટે પસંદ કરવામાં આવ્યા વિવિધ મ્યુઝિશ્યન
રાધેશ્યામના જુદા-જુદા વર્ઝન માટે પસંદ કરવામાં આવ્યા વિવિધ મ્યુઝિશ્યન

પ્રભાસની ‘રાધેશ્યામ’ માટે ઇન્ડિયાના વિવિધ મ્યુઝિશ્યનને પસંદ કરવામાં આવશે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેગડે, મુરલી શર્મા, પ્રિયદર્શી, ભાગ્યશ્રી અને સચિન ખેડેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક પૅન ઇન્ડિયા ફિલ્મ છે જેને તેલુગુ અને હિન્દીમાં એકસાથે શૂટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું ટીઝર હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે જેને દર્શકોએ પસંદ કર્યું છે. એના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકને પણ લોકોએ પસંદ કર્યું છે. કોઈ પણ ફિલ્મ માટે મ્યુઝિક અને સૉન્ગ ખૂબ જ મહત્ત્વનાં હોય છે અને એથી જ આ ફિલ્મ માટે ઇન્ડિયાના વિવિધ મ્યુઝિશ્યનને પસંદ કરવામાં આવ્યાં છે. આ ફિલ્મના અલગ-અલગ વર્ઝન માટે અલગ-અલગ મ્યુઝિશ્યનને પસંદ કરવામાં આવ્યા છે. એનો મતલબ એ છે કે બન્ને વર્ઝનમાં અલગ-અલગ બોલ હશે અને મ્યુઝિક પણ અલગ હશે. ઇન્ડિયન સિનેમામાં લગભગ આવું પહેલી વાર થવા જઈ રહ્યું છે. આ બન્ને વર્ઝન માટે ગીતોની કોરિયોગ્રાફી પણ અલગ-અલગ છે. એથી જ ડબલ-ડબલ શૂટ કરવામાં આવ્યું હતું. હિન્દી વર્ઝન માટે મિથુનને મ્યુઝિક-ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે જ્યારે કુમાર અને મનોજ મુન્તશીર ગીતના બોલ લખશે. તેલુગુ વર્ઝન માટે જસ્ટિન પ્રભાકરને મ્યુઝિક ડિરેક્ટર માટે પસંદ કરવામાં આવ્યો છે, જેનાં ગીતો કૃષ્ણ કંઢ દ્વારા લખવામાં આવ્યાં છે. આ ફિલ્મોનું મ્યુઝિક કેવું હશે એ તો એની રિલીઝ બાદ જ ખબર પડશે. જોકે પ્રભાસ આ ફિલ્મ દ્વારા ઘણાં વર્ષો બાદ રોમૅન્ટિક અવતારમાં જોવા મળશે. આ ફિલ્મને રાધા કૃષ્ણ કુમાર દ્વારા ડિરેક્ટ અને વામસી, પ્રમોદ અને ભૂષણ કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK