Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તમે કરીના કપૂરને કહો ના પ્યાર હૈ ફિલ્મમાં જોઈ હતી?

તમે કરીના કપૂરને કહો ના પ્યાર હૈ ફિલ્મમાં જોઈ હતી?

20 December, 2019 12:22 PM IST | Mumbai
Ashu Patel

તમે કરીના કપૂરને કહો ના પ્યાર હૈ ફિલ્મમાં જોઈ હતી?

કહો ના પ્યાર હૈ

કહો ના પ્યાર હૈ


ફિલ્મમેકર રાકેશ રોશને ‘કોયલા’ ફિલ્મની ભયંકર નિષ્ફળતા પછી દીકરા હૃતિકને હીરો તરીકે લૉન્ચ કરવા માટે ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમને ખબર પડી હતી કે જૂની ફિલ્મોની હિરોઇન બબીતા તેમની બીજી દીકરી કરીનાને હિરોઇન બનાવવા માગે છે. જોકે એ વખતે કરીનાની મોટી બહેન કરિશ્મા ઑલરેડી ટોચની હિરોઇન બની ચૂકી હતી. 

રાકેશ રોશને બબીતાનો સંપર્ક કર્યો અને કરીનાને હૃતિક સામે હિરોઇન તરીકે સાઇન કરી લીધી.



‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મના શૂટિંગના પહેલા જ દિવસે કરીના સાથે તેની બહેન કરિશ્મા અને મમ્મી બબીતા સેટ પર ગયાં. પ્રથમ દિવસે એક ગીતનું શૂટિંગ હતું. 


પહેલા જ દિવસે બબીતાએ સેટ પર એવો વર્તાવ કર્યો જાણે કરીના બૉલીવુડની ટોચની હિરોઇન હોય, પરંતુ રાકેશ રોશન એ દિવસે ગમ ખાઈ ગયા. 

બીજા દિવસે બબીતાએ રાકેશ રોશનને કૉલ કર્યો અને કહ્યું, ‘કરીના ઍક્ટિંગમાં વધુ કમ્ફર્ટેબલ છે એટલે પહેલાં સીન્સ શૂટ કરો. ગીતનું શૂટિંગ પછી કરજો.’ 


રાકેશ રોશને કહ્યું, ‘અરે, મેં ગીત શૂટ કરવા માટે શેડ્યુલ ગોઠવી લીધું છે. હવે ગીતનું શૂટિંગ કૅન્સલ કરું તો મારે મોટું નુકસાન સહન કરવું પડશે અને આમ પણ ડિરેક્ટર તરીકે મારે નક્કી કરવાનું હોય કે પહેલાં ફિલ્મના કયા હિસ્સાનું શૂટિંગ કરવું છે.’

બબીતાએ કહ્યું, ‘ના, પહેલાં સીનનું જ શૂટિંગ કરો.’

રાકેશ રોશને કહ્યું, ‘એ શક્ય નહીં બને.’ બબીતાએ કહી દીધું કે ‘તો પછી કરીના તમારી ફિલ્મ નહીં કરે.’ 

રાકેશ રોશને તેમના ખાસ ફ્રેન્ડ એવા કરીનાના પપ્પા રણધીર કપૂરને વિનંતી કરી કે તમે આ પ્રૉબ્લેમ સૉલ્વ કરો, પ્લીઝ. જોકે કરીના અને કરિશ્માના કિસ્સામાં રણધીર કપૂર ત્રણ દાયકા અગાઉ અલગ થઈ ગયા હતા અને બન્ને દીકરીઓ બબીતા સાથે રહેતી હતી એટલે રણધીર કપૂર બબીતાને સમજાવી શકે એમ નહોતા.  

છેવટે રાકેશ રોશને તાબડતોબ બીજી હિરોઇન શોધવાનું નક્કી કર્યું અને એ રીતે ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મમાં હિરોઇન તરીકે અમીષા પટેલની એન્ટ્રી થઈ.

એ ઘટનાનાં વર્ષો પછી રાકેશ રોશને એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘બબીતાએ કરિશ્મા માટે મારી સામે શરતો મૂકી હોત તો મેં માની હોત, કારણ કે કરિશ્મા એ વખતે સ્ટાર હતી, પણ કરીના માટે તેણે કરિશ્મા જેવી શરતો મૂકી હતી એ ખોટું હતું. તેણે એક ન્યુકમર ઍક્ટ્રેસની મમ્મી જેવો વર્તાવ કરવો જોઈતો હતો.’

મજાની વાત એ છે કે કરીના ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મમાં એક શૉટમાં જોવા મળે છે. એ ફિલ્મના એડિટિંગ વખતે ભૂલથી કરીના કપૂર એક શૉટમાં રહી ગઈ હતી! 

આ પણ વાંચો : ફરહાન અખ્તર, અનુરાગ કશ્યપ અને સ્વરા ભાસ્કરની ઝાટકણી કાઢી વિવેક અગ્નિહોત્રીએ

જોકે રાકેશ રોશન જેવા અનુભવી ડિરેક્ટરની નજરમાંથી એ ફિલ્મના કોઈ શૉટમાં કરીનાની પ્રેઝન્સ બહાર રહી જાય એવું માનવાનું થોડું મુશ્કેલ લાગે છે, પણ કરીના ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મમાં થોડી સેકન્ડ માટે જોવા મળે છે એ હકીકત છે. કરીનાએ પોતે એક વાર એક ઇવેન્ટમાં એ વાત કહી હતી કે ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મમાં હું એક સીનમાં દેખાઉં છું. એ ફિલ્મના એ સીનની તસવીર અહીં આ લેખ સાથે જોઈ શકો છો. ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન રાકેશ રોશન, હૃતિક રોશન અને કરીનાનો ફોટો લેવાયો હતો એ પણ અહીં જોઈ શકશો.

Whatsapp-channel Whatsapp-channel

20 December, 2019 12:22 PM IST | Mumbai | Ashu Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK