Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૅકી શ્રોફને ઘર ખરીદવા માટે મનાવ્યા હતા શક્તિ કપૂરે

જૅકી શ્રોફને ઘર ખરીદવા માટે મનાવ્યા હતા શક્તિ કપૂરે

11 October, 2020 06:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૅકી શ્રોફને ઘર ખરીદવા માટે મનાવ્યા હતા શક્તિ કપૂરે

શક્તિ કપૂર

શક્તિ કપૂર


શક્તિ કપૂરે જણાવ્યું હતું કે ઘર ખરીદવા માટે તેણે જૅકી શ્રોફને મનાવ્યો હતો. જૅકી શ્રોફને કારનો ખૂબ શોખ હતો. આ બન્નેએ ‘હીરો’, ‘હલચલ’ અને ‘બંધન’માં સાથે કામ કર્યું હતું. જૅકી સાથેની ફ્રેન્ડશિપને લઈને અનેક વાતો શક્તિ કપૂરે ‘સા રા ગા મા પા લિટ્ટલ ચૅમ્પ્સ’માં કહી હતી. જૂની વાતોને વાગોળતાં શક્તિ કપૂરે કહ્યું હતું કે ‘જૅકી શ્રોફને હંમેશાંથી કાર પ્રતિ લગાવ રહ્યો છે. તે જ્યારે નાના ઘરમાં રહેતો હતો ત્યારે તેને નવી કાર ખરીદવાની ઇચ્છા હતી. ગોવિંદા અને સલમાન ખાને પણ એ જ ટ્રેન્ડ અપનાવ્યો હતો. તેની મમ્મી જાણતી હતી કે જૅકી મારો સારો ફ્રેન્ડ છે અને તે મારી વાત સાંભળશે. આમ છતાં તે જરૂરતમંદ લોકોની મદદ કરતો હતો. ખાસ કરીને તે લોકોની જે રસ્તા પર રહેતા હતા. એથી તેને દાન કરતાં અટકાવવો અઘરું કામ હતું. મેં તેને જણાવ્યું કે પોતાનું કહી શકાય એવું ઘર હોવું ખૂબ જરૂરી છે. મેં તેને એમ પણ કહ્યું કે તારું પોતાનું ઘર થઈ જાય પછી તું નેક કાર્યો ફરીથી શરૂ કરજે. ત્યાર બાદ જૅકીએ મને કૉલ કરીને જણાવ્યું કે તેણે મોટું ઘર ખરીદી લીધું છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2020 06:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK