Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધ લાયન કિંગમાં અવાજ મેં મારી દીકરી માટે આપ્યો છે : શ્રેયસ તલપડે

ધ લાયન કિંગમાં અવાજ મેં મારી દીકરી માટે આપ્યો છે : શ્રેયસ તલપડે

20 July, 2019 10:37 AM IST | મુંબઈ

ધ લાયન કિંગમાં અવાજ મેં મારી દીકરી માટે આપ્યો છે : શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે


‘ધ લાયન કિંગ’માં ટીમોનનાં કૅરૅક્ટરને અવાજ આપનાર શ્રેયસ તલપડેએ જણાવ્યું હતું કે તેણે પોતાની દીકરી માટે આ ફિલ્મમાં અવાજ આપ્યો છે. આ ફિલ્મ ગઈ કાલે રિલીઝ થઈ છે. ડબિંગ વિશે શ્રેયસે કહ્યું હતું કે ‘મારી દીકરી આદ્‍યા એક વર્ષની છે. હાલમાં તો તેને કંઈ સમજ નથી પડતી, પરંતુ થોડા વર્ષો બાદ તે જ્યારે મોટી થશે તો તે ‘ધ લાયન કિંગ’ જોશે અને તેનાં ડૅડીનો અવાજ ઓળખી જશે. આ પ્રોજેક્ટ લેવાની પાછળ આદ્‍યા સૌથી મોટું કારણ હતું. હું ચાહુ છું કે તેને મારા કામ પર ગર્વ થાય. એથી મને લાગે છે કે ‘ધ લાયન કિંગ’ સૌથી મોટી તક છે.’

આ પણ વાંચો : મેલ ગિબ્સન ને ડેન્ઝેલ વૉશિંગ્ટન જેવા રોલ ભજવવા છે સંજય દત્તને



‘ધ લાયન કિંગ’નાં ‘હકુના મટાટા’ ગીતને પણ શ્રેયસે અવાજ આપ્યો છે. આ ગીત ગાવાની તક તેને કઈ રીતે મળી એ વિશે શ્રેયસે કહ્યું હતું કે ‘હું જ્યારે ટીમોનની ડબિંગ કરી રહ્યો હતો, ત્યારે હું ‘હકુના મટાટા’ ગણગણી રહ્યો હતો. મને એ જાણ નહોતી કે ડિરેક્ટર મારી આસપાસ છે. તેમણે મારો અવાજ સાંભળ્યો અને મને પૂછ્યું કે શું તે આ ફિલ્મ માટે ગીત ગાઈ શકે છે. શરૂઆતમાં તો હું થોડો નર્વસ હતો કારણકે સિન્ગિંગ મારા માટે એકદમ નવુ હતું. બાદમાં તો ગીત સાથે સારો તાલમેળ બેસી ગયો અને મેં મારું બેસ્ટ આપ્યુ.’


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2019 10:37 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK