Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યો યો હની સિંહ ને બાદશાહ મારામારી પર ઊતરી આવ્યા

યો યો હની સિંહ ને બાદશાહ મારામારી પર ઊતરી આવ્યા

26 March, 2016 06:32 AM IST |

યો યો હની સિંહ ને બાદશાહ મારામારી પર ઊતરી આવ્યા

યો યો હની સિંહ ને બાદશાહ મારામારી પર ઊતરી આવ્યા


honny-badsaha



ગૌરવ દુબે

કહેવાય છે કે યો યો હની સિંહે પોતાને લક્ઝરી કાર રોલ્સ-રૉયસ સમાન ગણાવ્યો અને બાદશાહને સસ્તી નૅનો કાર સાથે સરખાવ્યો હતો. આના જવાબમાં બાદશાહે કહ્યું કે ‘રોડ પર રોલ્સ-રૉયસ કાર ભાગ્યે જ દેખાય અને નૅનો કાર સતત દેખાયા કરે છે. લોકોને જે વધારે દેખાય એ વસ્તુ વધારે વેચાય છે.’

એક સૂત્રે જણાવ્યા પ્રમાણે પખવાડિયા પૂર્વે દિલ્હીની એક પ્રાઇવેટ પાર્ટીમાં મળ્યા ત્યારથી બન્ને ગાયકો વચ્ચે આક્ષેપબાજી ચાલી રહી છે. એ પાર્ટીમાં બન્ને સામસામે આવ્યા અને જેમતેમ બોલવા માંડ્યા. જોરદાર દલીલો પછી બન્નેએ એકબીજાને ધક્કામુક્કી પણ કરી હતી. વાતાવરણમાં ટેન્શન વધી જતાં પાર્ટીના અન્ય મહેમાનોએ મધ્યસ્થી કરીને તેમને છૂટા પાડ્યા હતા.

એ ઘટના બાબતે પ્રત્યાઘાત જાણવા માટે યો યો અને બાદશાહનો સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. માહિતગાર સૂત્રે જણાવ્યું હતું કે ‘બન્નેએ એકબીજા માટે અણછાજતી ટિપ્પણી કર્યા પછી મારામારી શરૂ થઈ હતી. પહેલાં કોણે કોને ઉશ્કેર્યો એનો અમને ખ્યાલ નથી. અચાનક બન્ને હિંસક બની ગયા હતા અને એકબીજા પર આરોપ મૂકવા માંડ્યા હતા. તેમને છૂટા પાડવામાં અમારે ઘણા પ્રયાસ કરવા પડ્યા. એક પણ પાછળ હટવા તૈયાર નહોતો.’


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2016 06:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK