સલમાન ખાનની દબંગ 3ને કારણે અટકી રહી છે ઈન્શાહઅલ્લાહ ?

Published: Aug 18, 2019, 12:11 IST | મુંબઈ

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3નું શૂટિંગ કરી રહ્યા છે. દબંગ 3 એ દબંગ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. જેનું શૂટિંગ હાલ જયપુરમાં ચાલી રહ્યું છે.

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3નું શૂટિંગ કરી રહ્યા છે. દબંગ 3 એ દબંગ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. જેનું શૂટિંગ હાલ જયપુરમાં ચાલી રહ્યું છે. જો કે બોલીવુડમાં એવી ચર્ચા છે કે દબંગ 3ને કારણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈન્શાહઅલ્લાહનું શૂટિંગ લેટ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે.

જો કે હાલ તો સલમાન ખાન દબંગ થ્રીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ફરી એકવાર સલમાન ખાન ચુલબુલ પાંડેના અવતારમાં દેખાશે. આ ફિલ્મમાં તેમને આગલી બંને ફિલ્મ કરતા પણ યંગ બતાવવામાં આવશે. દબંગ થ્રીમાં સલમાન ખાન 20 વર્ષના દેખાશે.

એક ઈન્ટરવ્યુમાં સલમાન ખાને કહ્યું હતું,'મારું માનવું છે કે આ મારું કામ છે કે લોકોનું મનોરંજન કરતો રહું, તેમને ખુશ રાખું અને પ્રેરણા આપું. એટલે હું આટલું કામ કરું છું. જે પણ દુઃખ દર્દ ભોગવું છું, તે દર્શાવે છે કે હું કેટલું કામ કરી રહ્યો છું. આ બધું અઘરું છે પરંતુ જ્યારે તમારા ફેન્સ તમારા કામને વખાણે છે અને આનંદ લે છે, ત્યારે તમને વધુ કામ કરવાની ઈચ્છા થાય છે. જ્યારે લોકો તમારા કામને વખાણે છે. ત્યારે તમે પ્રોત્સાહિત થાવ છો અને જ્યારે તમારી સાથે આવું થાય છે તો તમે વધુ સારુ કરવાનો પ્રયત્ન કરો છો. જે લોકો તમારા ફેન નથી, તેને તમે તમારા બનાવવા ઈચ્છો છો. એના માટે તમે વધુ કામ કરો છો.'

આ પણ વાંચોઃ ઝરીન ખાનનો ખુલાસો,'સલમાન ખાન સાથે મારા લગ્ન થવાના છે' પરંતુ...

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ ભારત રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK