Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આયાને સજેસ્ટ કર્યું કરણની આગામી ફિલ્મ માટે કૅટનું નામ

આયાને સજેસ્ટ કર્યું કરણની આગામી ફિલ્મ માટે કૅટનું નામ

06 May, 2016 04:30 AM IST |

આયાને સજેસ્ટ કર્યું કરણની આગામી ફિલ્મ માટે કૅટનું નામ

આયાને સજેસ્ટ કર્યું કરણની આગામી ફિલ્મ માટે કૅટનું નામ


katrina kaif



સોનાલી જોશી-પિતળે

રણબીર કપૂર અને કૅટરિના કૈફના બ્રેકઅપ બાદ તેમના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ આયાન મુખરજી કૅટ સાથે અંતર રાખતો જોવા મળ્યો હતો, પરંતુ તેણે હાલમાં તેનું નામ કરણ જોહરની આગામી ફિલ્મ માટે સજેસ્ટ કર્યું છે. એ વિશે સૂત્રે કહ્યું હતું કે ‘રણબીર અને કૅટરિનાએ ડેટ કરવાનું શરૂ કર્યું ત્યાર બાદ આયાન કૅટરિનાનો સારો મિત્ર બની ગયો હતો. તેઓ ઘણી વાર સાથે પાર્ટી કરતાં અને ઘણી વાર એકબીજાના ઘરે પણ જોવા મળતાં હતાં, પરંતુ રણબીર અને કૅટરિનાના બ્રેકઅપ બાદ આયાન રણબીર સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો, પરંતુ તે કૅટરિના સાથે અંતર રાખતો પણ જોવા મળ્યો હતો. જોકે તેણે હાલમાં તેના સારા મિત્ર કરણ જોહરને તેની આગામી ફિલ્મ માટે કૅટરિનાનું નામ સૂચવ્યું છે.’




aayan




કૅટરિના અને આયાનને એ વિશે પૂછતાં તેઓ ઉપલબ્ધ નહોતાં, પરંતુ એ વિશે વધુ જણાવતાં સૂત્રે કહ્યું હતું કે ‘આયાનને જ્યારે કરણની જરૂરિયાત વિશે ખબર પડી ત્યારે તેણે તેને કૅટરિનાનું નામ સૂચવ્યું હતું. કૅટરિનાએ એ માટે કરણ સાથે મીટિંગ પણ કરી છે, પરંતુ હજી સુધી એ વિશે કાંઈ ફાઇનલ નથી થયું.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2016 04:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK