ડાયના ખાન જોવા મળશે બેહદ 2માં
સોની ચૅનલ પર આવતા શો ‘બેહદ 2’માં ડાયના ખાન જોવા મળવાની છે. તે માયરા મેહરાની ભૂમિકામાં દેખાશે. આ શો સોમવારથી શુક્રવારે રાતે ૯ વાગ્યે દેખાડવામાં આવે છે. પહેલી સીઝનની જેમ જ બીજી સીઝનને પણ લોકો ખૂબ સારો રિસ્પૉન્સ આપી રહ્યા છે. માયરાનું કૅરૅક્ટર જોશથી ભરપૂર અને દરેક પળને દિલથી જીવનારી વ્યક્તિનું છે. શોમાં તેની એન્ટ્રી ગજબનો ટ્વિસ્ટ અને ટર્ન લાવશે. પોતાના રોલ વિશે જણાવતાં ડાયનાએ કહ્યું હતું કે ‘હું ‘બેહદ 2’માં જોડાવાથી ખૂબ એક્સાઇટેડ છું. હું માયરા મેહરાનું પાત્ર ભજવી રહી છું. તે ઝિંદાદિલ અને મોજીલી યુવતી છે. દરેક પળને જીવે છે અને પોતાની લાઇફને ખૂબ માણે છે. આ પાત્રની એન્ટ્રી થતાં દર્શકો પણ ચોંકી જશે. આ શોમાં માયરા તદ્દન અલગ જ અણધાર્યા વળાંક લઈને આવશે. એના કારણે શોનો પૂરો પ્લૉટ જ બદલાઈ જશે.’