‘પાંચીકા’,એક માત્ર ગુજરાતી ફિલ્મ જેનું સ્ક્રીનીંગ NYIFFમાં થશે

Updated: Jul 23, 2020, 19:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મૂળ અમદાવાદના અંકિત કોઠારીની ચૌદ મિનીટની શોર્ટ ફિલ્મ ન્યૂ યોર્કનાં (New York)નાં પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ ન્યુ યોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ (NYIFF)માં સ્ક્રીન થનારી એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે.

આ ફિલ્મ મીઠાના અગરો વચ્ચે શૂટ થઇ છે
આ ફિલ્મ મીઠાના અગરો વચ્ચે શૂટ થઇ છે

મૂળ અમદાવાદના અંકિત કોઠારીની ચૌદ મિનીટની શોર્ટ ફિલ્મ ન્યૂ યોર્કનાં (New York)નાં પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ ન્યુ યોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ (NYIFF)માં સ્ક્રીન થનારી એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે. 'પાંચીકા' સાત વર્ષની મિરીની વાર્તા છે જે ભાણું પહોંચાડવા રણ પાર કરી મીઠાના અગર છે ત્યાં જઇ રહી છે. તેની પાછળ સુબા પણ જઇ રહી છે. સુબા અછૂત ગણાતી જાતીની છે અને તેમને એકબીજા સાથે રમવાની છૂટ નથી. આગળ જતાં તેમની દોસ્તી જ વાર્તામાં સમાજનાં એક પછી એક પાંચીકા ઉછાળતી જાય છે.

અંકિત કોઠારીએ આ પહેલાં દિબાકર બેનર્જીને ફિલ્મ ઓય લક્કી લક્કી ઓય, લવ સેક્સ ઔર ધોકા અને શાંઘાઇ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યા છે. તેમણે જાણીતી ફિલ્મ તુંબડમાં પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. અંકિત કોઠારીની ફિલ્મ ‘દાસ્તાન-એ-આવારગી’ NFDC સ્ક્રીન રાઇટર્સ લેબમાં સારિયેવો ફિલ્મ ફેસ્ટિવલ બોસ્નિયામાં અને ફિલ્મ બાઝાર કો-પ્રોડક્શન માર્કેટમાં પણ સિલેક્ટ થઇ હતી. તેઓ આ ફિલ્મ ગુજરાતીમાં બનાવવાનું વિચારી રહ્યા છે.

પાંચિકા ફિલ્મ ગુજરાતમાં ખારાઘોડામાં શૂટ થઇ છે. મીઠાનાં અગરોની વચ્ચે બાવીસ દિવસ આ ફિલ્મનું કામ ચાલ્યું અને ત્યારે 48 ડિગ્રીના ધોમધખતા તાપમાં કામ પાર પડાયું હતું.

film

અંકિત કોઠારી સાથે સિનેમેટોગ્રાફર કુલદીપ મામણિયાએ બંન્ને નાની એક્ટર્સ સાથે સારામાં સારી પેઠે કામ થઇ શકે તેની તકેદારી રાખી હતી. આ રોલ્સ માટે 300 છોકરીઓનાં ઑડિશન થયા હતા અને ફાઇનલ થયેલી બંન્ને છોકરીઓ અગરિયા કોમની જ છે. ફિલ્મમાં સાઉન્ડ ડિઝાઇન લવ સેક્સ ઔર ધોકા માટે ફિલ્મ ફેર એવોર્ડ મેળવનાર પ્રિતમ દાસે કરી છે.

film

ફિલ્મ પાંચીકા તથા અંકિત કોઠારીની વિગતો મેળવવા જુઓ આ વેબસાઇટ https://ankitkothari.in/

આ વર્ષે NYIFFએ ફેસ્ટિવલની ડિજીટલ એડિશન માટે મુવી સેઇન્ટ્સ સાથે ટાઇ-અપ કર્યુ છે અને આ વર્ષે રન કલ્યાણી, મુથુન અને પાંચીકા સહિતની અનેક ફિલ્મોનું સ્ક્રિનિંગ થશે. ફેસ્ટિવલ 24 જુલાઇથી 2 ઑગસ્ટ સુધી ઓપન છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK