કીર્તિદાન ગઢવી નવું સોન્ગ "કૈલાશ કે નિવાસી" ઝેન મ્યુઝિક ગુજરાતીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઈ ગયું છે. આ ગીતના શબ્દો કવિ દાદના છે, જ્યારે તેનું સંગીત રચ્યું છે, યુવા સંગીતકારો, કેદાર - ભાર્ગવે. ગુજરાતી ભાષામાં અવનવા કન્ટેન્ટ બનતા હોય છે. પણ જે રીતની ગુણવત્તા જોઈએ એવું કન્ટેન્ટ ખૂબ ઓછા ડિરેકટર અને સિંગર આપતા હોય છે. જ્યારે આ કીર્તિદાન ગઢવીનું આ ગીતને સાંભળીને તમને ચોક્કસ એકવાર એવું લાગશે કે આ ગીત ખૂબ અલગ પ્રકારનું છે.
આ ગીત બનાવવા પાછળ એક આખી જર્ની રહી છે. જે જર્ની વિશે વાત આ ગીતના ડિરેક્ટર સંજય વૈદ્યએ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમને જણાવી છે. તેમણે જણાવ્યું કે આ ગીત બનાવવા માટે હું, કીર્તિદાન ગઢવી અને મ્યુઝિક ડિરેક્ટર કેદાર-ભાર્ગવ એક વર્ષ પહેલાં મળ્યા હતા. ઘણી ચર્ચા થઈ અને ૩૦ જુલાઈએ આ સોંગનો પાઇલોટ તૈયાર કરવામાં આવ્યો. જુલાઈથી લઈને ડિસેમ્બર સુધી અમુક કારણોસર આ ગીતને બનાવી ન શક્યા. ત્યારબાદ સોંગ બનાવવાનું ફરી પ્લાનિંગ કર્યું. પરંતુ ત્યાં તરત જ લોકડાઉન થઈ ગયું. અને જેવું અનલોક થયું અને આ સોન્ગ બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ અમે અમદાવાદના યુવા આર્ટિસ્ટને લઈને કામ કર્યું. જેમણે આ ગીતમાં ગિટાર, હાર્મોનિયમ, ડ્રમ્સ અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા છે.
આ ગીતમાં જે ડ્રમ વાગે છે તે ડ્રમ કેનેડામાં સંગીત ભણતાં ધૈવત જાનીએ વગાડ્યા છે. ત્યાંથી જ તેમણે રેકોર્ડ કરીને મોકલાવ્યું. જે આ ગીતમાં તમને જોવા મળશે. પાર્થ, જેણે અકુસ્ટિક ગિટાર વગાડ્યું છે, અને તથાગત જેણે ઇલેક્ટ્રિક ગિટાર વગાડ્યું છે, બંનેની ઉંમર ૨૫ વર્ષથી ઓછી છે!
આ ગીતને એકદમ કલાસિક બનાવવાનું નક્કી કર્યું હતું. અને જે ટચ તમને આ ગીતમાં જોવા મળશે. "કૈલાશ કે નિવાસી" લોકોને નવા અંદાજમાં જોવા મળશે.
આ ગીતમાં કેદાર- ભાર્ગવ દ્વારા મ્યુઝિક આપવામાં આવ્યું છે. અને જ્યારે આ ગીતના શબ્દો કવિ દાદના છે. જ્યારે આ ગીતને ઝેન મ્યુઝિક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે.