કિંજલ દવેનું નવું ગીત, ભઇલાનો મેળ પડી ગયો રિલીઝ થશે લગ્નસરામાં

Updated: Mar 13, 2020, 17:19 IST | Chirantana Bhatt | Mumbai

કિંજલ દવેએ આ પહેલાં પેંડલ મારી મારી મારી વિરા સાઇકલ ચલાઇ આય, એવા સહેજ દેશી ગુજરાતીના લહેકા સાથેનું ગીત રજુ કર્યું હતું જે પણ બહુ પોપ્યુલર થયુ હતું

કિંજલ દવેનું નવું ગીત આવશે વિશાલ પારેખ સાથે
કિંજલ દવેનું નવું ગીત આવશે વિશાલ પારેખ સાથે

ગાયિકા કિંજલ દવેએ આજે જ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે જેમાં તે સૌરભ ગજ્જર દ્વારા દિગ્દર્શિત તથા વિશાલ પારેખને લીડ રોલમાં દર્શાવનાર ન્યુ સિંગલ ભઇનો મેળ પડી ગયોમાં પોતાના અવાજનો ટહૂકો પુરાવશે. પોતાના આ નવા ગીત વિષે કિંજલે ઇન્સ્ટા પોસ્ટની બાજુમાં લખ્યું છે કે, "ફરીથી લગ્નની સિઝનમાં તમે લોકો ખૂબ નાચો એના માટે અમે લોકો એક સરસ ગીત લઈને આવી રહ્યા છીએ જેનું નામ છે ભઈ નો મેળ પડી ગ્યો અને આમા મારી સાથે ખુબ સરસ અભિનય કર્યો છે એવા આપણા ચાહિતા tiktok સ્ટાર વિશાલ dop તો તમામ લોકો આ ગીત જોવા માટે મારી youtube ચેનલ kd digital ને સબ્સ્ક્રાઇબ કરો અને આ ગીત આવે એટલે એને ખૂબ જ પ્રેમ આપો એવી નમ્ર વિનંતી જય માતાજી." જુઓ કિંજલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ.

 
 
 
View this post on Instagram

ફરીથી લગ્નની સિઝનમાં તમે લોકો ખૂબ નાચો એના માટે અમે લોકો એક સરસ ગીત લઈને આવી રહ્યા છીએ જેનું નામ છે ભઈ નો મેળ પડી ગ્યો અને આમા મારી સાથે ખુબ સરસ અભિનય કર્યો છે એવા આપણા ચાહિતા tiktok સ્ટાર વિશાલ dop તો તમામ લોકો આ ગીત જોવા માટે મારી youtube ચેનલ kd digital ને સબ્સ્ક્રાઇબ કરો અને આ ગીત આવે એટલે એને ખૂબ જ પ્રેમ આપો એવી નમ્ર વિનંતી જય માતાજી . . . @vish_d_o_p @kd_digital_ #bhainomelpadigyo #Kinjaldave #Vishaldop #kddigital

A post shared by Kinjal Dave (@thekinjaldave) onMar 12, 2020 at 10:01pm PDT

ભાઇ બહેનની વચ્ચેનાં મજાનાં સંબંધોને આ ગીત વ્યાખ્યાઇત કરશે તેવું તેના પોસ્ટર લુક પરથી લાગી રહ્યું છે. કિંજલ દવેએ આ પહેલાં પેંડલ મારી મારી મારી વિરા સાઇકલ ચલાઇ આય, એવા સહેજ દેશી ગુજરાતીના લહેકા સાથેનું ગીત રજુ કર્યું હતું જે પણ બહુ પોપ્યુલર થયુ હતું. આ ગીત ઝી મ્યૂઝિક ગુજરાતીએ રિલીઝ કર્યું હતું. ભઇનો મેળ પડી ગયો એ ગીત અંગે અત્યારે તો કિંજલે પોતાના ફેન્સ સાથે બીજી કોઇ ડિટેઇલ શેર નથી કરી પણ તેનો ફર્સ્ટ લુક શેર કરવાની સાથે તેનું એક્સાઇટમેન્ટ સ્પષ્ટ દેખાઇ આવે છે. આ ગીતની જાહેરાત સાથે કિંજલે કેટલાક લેટેસ્ટ ફોટોગ્રાફ્સ પણ મુક્યા છે. જુઓ આ તસવીરો.

kinjal dave

લાગે છે કિંજલે ભઇનો મેળ પડી ગયોનાં શુટ દરમિયાન આ ફોટો શુટ કરાવ્યું છે.

kinjal dave
કિંજલનો આ લુક ટ્રેન્ડી અને પરંપરાનાં પરફેક્ટ બેલેન્સ જેવો છે. ભઇનો મેળ પડવાનો હોય તો બહેને તો સરસ તૈયાર થવું જ પડે, ખરું ને.

kinjal dave

કિંજલના ફેન્સ તેના આ નવા ગીતની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે જેથી લગ્નની સિઝનમાં તેઓ મન મુકીને કિંજલનાં નવા સુરને તાલે નાચી શકે.

 

 

 

 

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK