જીનલ બેલાણીએ માનસી રાચ્છ સાથે મળીને બનાવી લૉકડાઉન સિરીઝ ‘તુ અને હું’

Published: Jun 26, 2020, 13:31 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

જીનલ બેલાણીએ માનસી રાચ્છ સાથે મળીને બનાવી છે એક રસપ્રદ ગુજરાતી માઇક્રો વેબ સિરીઝ અને એ પણ લૉકડાઉનમાં અને લૉકડાઉન વિષે.

જીનલ બેલાણી અને માનસી રાચ્છ લાવ્યા છે પહેલી ગુજરાતી માઇક્રો સિરીઝ
જીનલ બેલાણી અને માનસી રાચ્છ લાવ્યા છે પહેલી ગુજરાતી માઇક્રો સિરીઝ

ગુજરાતી અભિનેત્રી જીનલ બેલાણીએ ‘બસ ચા સુધી’ની ત્રણેય સિઝનમાં લોકોનાં દિલ જીતી લીધા. લૉકડાઉનમાં કવિતાઓ રચનારી જીનલે અભિનેત્રી માનસી રાચ્છ સાથે મળીને બનાવી છે એક રસપ્રદ ગુજરાતી માઇક્રો વેબ સિરીઝ અને એ પણ લૉકડાઉનમાં અને લૉકડાઉન વિષે. આ યૂટ્યુબ સિરીઝમાં બે બહેનોની વાત છે. એક લૉકડાઉનમાં એકલી બીજા શહેરમાં છે તો બીજી બહેન પરિવાર સાથે છે. બંન્નેને પોત પોતાના પ્રોબ્લેમ્સ છે અને ઑફ કોર્સ લવ ટ્રબલ પણ તો હોય જ ને વળી. આ સિરીઝ ફન મસ્કા દ્વારા પ્રસ્તુત કરાઇ છે. જીનલ બેલાણી તથા માનસી રાચ્છ તેનાં સર્જકો, દિગ્દર્શક અને લેખકો છે. આ કથામાં કોન્ફ્લિક્ટ પણ છે અને મોજ મસ્તી પણ છે. જીનલ અને માનસી સાથે આ સિરીઝમાં ભૌમિક સંપટ, મિસ્ટર રોમેન્ટિક અંકિતનું પાત્ર ભજવે છે, એક્સ-ફ્લેમ ધ્રુવના પાત્રમાં ગૌરવ પાસવાલા છે અને કૉમિક મિસ્ટર નો ઇટ ઑલ તરીકે કેવિન દવે જોવા મળશે. આ માઇક્રો વેબસિરિઝની ઝલક તમને અહીં તેના ટ્રેઇલરમાં જોવા મળી શકે છે. યુ ટ્યૂબ પર આ સિરિઝનો કમાલ જોવાનું મિસ ન કરતા.

 
 
 
View this post on Instagram

They said its lockdown, we said ‘OK’ They said film industry is shut, we said ‘OK’ They said you can’t work, we said ‘SHUT UP’ 😀😉 Here’s a Gujarati micro-series conceived, shot, edited during the lockdown. It has kept us on our toes in the day, and awake at nights. We hope you like our little offering. . @manasirachh and I, will share more details soon. ❤️ તુ અને હું 👭 Coming soon. Stay tuned ❤ ️ . Poster by: @officialpavitra Motion Poster by: @thesachinchhabra Singer: @jeemainyashika @gpaswala @imkavindave @bhaumiksampat @musicwaala @nirenbhatt @iyashitaasharma @prateeksharma._ @aditiraval @nirav_1987 @abhimanyuchaudhary @rachhdevang @rahul_bhole11 @hardikpareekh #tuanehun #gujaratiwebseries #gujaratimicroseries #jhinalbelani #manasirachh #gauravpaswala #kavindave #bhaumiksampat #siddharthbhavsar #nirenbhatt #yashikasicca #yashitasharma #aditiraval #niravpanchal #abhimanyuchaudhary #devangrachh #soundcraftentertainment

A post shared by Jhinal Belani (@jhinalbelani) onJun 2, 2020 at 12:07am PDT

21મી જૂને તુ અને હું યુ ટ્યૂબ પર રીલિઝ થઇ તે પહેલાં જીનલ બેલાણીની ધ્રુવ ગોસ્વામી લિખીત અને દિગ્દર્શિત ગુજરાતી વેબસિરીઝ અધૂરી વાત પણ 12મી જૂને રિલીઝ થઇ હતી જેમા સંબંધોનાં સમીકરણો રજૂ કરાયા છે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK