કોરોનાવાઇરસને કારણે આખા રાષ્ટ્રમાં સ્કૂલ, કૉલેજીઝ બધું જ બંધ છે અને મોટાભાગનાં ક્લાસિઝ અને લેક્ચર્સ ઓનલાઇન થઇ ગયા છે. વિદ્યાર્થીઓનાં શિક્ષણમાં કોઇ રોક ન આવે તે રીતે બધું કામ થઇ રહ્યું છે. આ સંબંધે જ ગોળકેરીના દિગ્દર્શક વિરલ શાહને પણ મુંબઇની એક જાણીતી કૉલેજમાં ફિલ્મ મેકિંગ અને રાઇટિંગ વિશે વેબિનાર સંબોધવાનું આમંત્રણ મળ્યું હતું. કૉલેજમાં યોજાયેલા આ સ્પેશ્યલ સેશનમાં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી પોતાના અનુભવ શેર કરી તેમને જરૂરી બાબતો શિખવી શકે. લૉકડાઉન ખુલે નહીં ત્યાં સુધી વિદ્યાર્થીઓને માટે આ કદાચ સૌથી સારી પદ્ધતિ છે.
વિરલ શાહ આજે મનોરંજન ઉદ્યોગમાં એક જાણીતું નામ છે, વળી તેઓ આ જ કૉલેજના પૂર્વ વિદ્યાર્થી છે, માટે જ કૉલેજ સત્તાધિશોને થયું કે તેમનાથી બહેતર આ વિષય પર વાત કરવા માટે તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે બીજું કોણ હોઇ શકે ભલા?હાલમાં વિરલ તેમના આગામી પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે અને મલ્હાર ઠાકર સાથે તેઓ ત્રીજી ફિલ્મ આજના સમાચારની જાહેરાત પણ કરી ચૂક્યા છે.
'કાગઝ' ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્નીનો રોલ ભજવનાર મોનલ કહે છે, "પંકજ ત્રિપાઠી બહુ જ કૅરીંગ છે"
6th January, 2021 11:48 ISTઈશાની દવે અને સચિન-જીગર ઉત્તરાયણ પર લઈને આવી રહ્યાં છે ‘પેચ લડાવી દઉં’
5th January, 2021 18:56 IST"જૂનાગઢ શેરની બજારમાં" મેશપ સાંભળો પ્રિયંકા ખેરના અવાજમાં
30th December, 2020 20:33 IST