Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dollywood News: OMG ઇશા કંસારાએ આ કાતર હાથમાં લઇને શું કર્યું?

Dollywood News: OMG ઇશા કંસારાએ આ કાતર હાથમાં લઇને શું કર્યું?

14 April, 2020 09:25 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Dollywood News: OMG ઇશા કંસારાએ આ કાતર હાથમાં લઇને શું કર્યું?

ઇશા કંસારા. તસવીર ઇન્સ્ટાગ્રામ

ઇશા કંસારા. તસવીર ઇન્સ્ટાગ્રામ


લૉકડાઉનને કારણે ઘણીબઘી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગી ગયો છે એ તો સ્વાભાવિક છે. આવા સંજોગોમાં સારા દેખાવું જરૂરી થઇ જાય છે પણ પાર્લરો જ બંધ હોય તો શું થાય અને એ હેર સ્ટાઇલ માટે સારું સલુન જરૂરી છે. પણ આપણી ગુજ્જુ ગર્લ ઇશા તો બહુ સ્માર્ટ છે એણે તો જાતે હેરકટ કરી લીધા. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં ઇશા કોઇ પ્રોફેશનલ હેરસ્ટાઇલિસ્ટની અદાથી પોતાના વાળ કટ કરે છે અને એને ફાઇનલ ટચ પણ આપે છે.




લૉકડાઉનને લીધે ઘરકામ કરવું, પેઇન્ટિંગ કરવું તો ક્યારેક ડાન્સ કરવું પણ બધાની એક્ટિવિટીનો હિસ્સો બની જ ગયું છે પણ ઇશા માટે આ બધી પ્રવૃત્તિઓથી અલગ એક એવી એક્ટિવિટી જરૂરી થઇ ગઇ જે તેના ક્યૂટ લૂક માટે મસ્ટ હતી. ‘મિડનાઇટ્સ વિથ મેનકા’ની આ એક્ટ્રેસે બિંદાસ કાતર લીધી અને પછી સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન રાખીને હેરકટ કર્યા.ઇશાની આ પ્રોફેશનલ સ્ટાઇલથી ભલભલા ઇમ્પ્રેસ થઇ જાય એ ચોક્કસ.

 


ઇશાનો નેક્સ્ પ્રોજેક્ટ છે સિલ્વર સ્ક્રિન પર વત્સલ શેઠ, જોની લિવર વગેરે સાથેનો અને તે ચંદ્રેશ ભટ્ટની આગામી અનટાઇટલ્ડ ફિલ્મમાં પણ દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2020 09:25 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK