Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિગ્દર્શક વિરલ શાહે, વિપુલ મહેતાને જન્મદિને આપ્યો ખાસ સંદેશો

દિગ્દર્શક વિરલ શાહે, વિપુલ મહેતાને જન્મદિને આપ્યો ખાસ સંદેશો

08 July, 2020 04:04 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

દિગ્દર્શક વિરલ શાહે, વિપુલ મહેતાને જન્મદિને આપ્યો ખાસ સંદેશો

વિપુલ મહેતા સાથે વિરલ શાહ

વિપુલ મહેતા સાથે વિરલ શાહ


લેખક દિગ્દર્શક વિપુલ મહેતાના જન્મદિવસ નિમિત્તે ગોળકેરીનાં ડાયરેક્ટર વિરલ શાહે તેમને માટે એક ખાસ સંદેશો પાઠવ્યો છે. વિપુલ મહેતા તેના મેન્ટોર મિત્ર છે અને તેણે વિપુલ મહેતા સાથે આઠ વર્ષ સુધી આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. વિરલ તેની ફિલ્મ મેકિંગ સ્કિલ્સ માટેનો બધો શ્રેય  વિપુલ મહેતાને જ આપે છે અને તેમના દ્વારા મળેલા માર્ગદર્શન બદલે તેમનો આભારી છે.

પોતાની કૃતજ્ઞતા દર્શાવતા વિરલ કહે છે, “હું તેમને વિપુલભાઇ કહું છું અને જો એ ન હોત તો હું ટેલિવિઝન કે ફિલ્મની દુનિયામાં ન હોત.  મારું લખાણ અને સ્ટોરીઝ પિચ કરવાની આવડત, ચેનલ્સ અને પ્રોડ્યુસર્સ સાથેના વાટાઘાટોની સમજ પણ મને તેમની પાસેથી જ મળી છે. મને તેમની પાસેથી હંમેશા માર્ગદર્શન મળતું રહે છે અને ક્યાંય પણ કામમાં અટકું તો તેમના રિસોર્સિઝ પણ મારે માટે હાજર હોય છે. એક વાર તમે તેમની સાથે કામ કરો એટલે તેમના કુટુંબનો હિસ્સો બની જાવ છો અને મેં તેમની સાથે આઠ-નવ વર્ષ કામ કર્યું છે જે મારે માટે ગ્રેટ લર્નિંગ રહ્યું છે. તેમની ઊર્જા, કામ કરવાની શૈલી, મનોરંજક વાર્તાઓ લોકો સુધી પહોંચાડવાની એષણાનો હું કાયમ પ્રશંસક છું. તેમને જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ.”



તાજેતરમાં જ વિરલે મલ્હાર ઠાકર સાથેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. વિરલે આ ફિલ્મ પર કામ પણ શરૂ કરી દીધું છે અને લૉકડાઉન પુરેપુરું ખુલી જશે પછી શૂટિંગની કામગીરી કરશે.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2020 04:04 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK