'મિત્ર' ગઢવી સાથે લગ્ન કરવા માટે રસ્તા પર ઝઘડી પડી લંડનની બે ગોરીઓ..

Published: Oct 23, 2019, 10:46 IST | લંડન

આખરે મિત્ર ગઢવીને પોતાની જીવનસંગિની મળી ગઈ છે. મિત્રએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને તેના માતાને કહ્યું કે તેમના માટે વહુ મળી ગઈ છે.

મિત્ર ગઢવી
મિત્ર ગઢવી

છેલ્લો દિવસના લૉય એટલે કે મિત્ર ગઢવીની લોકપ્રિયતા એટલી છે કે તેની સાથે લગ્ન કરવા માટે બે છોકરીઓ રસ્તા પર ઝઘડી પડી અને તે પણ લંડનમાં..વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો...


વીડિયોમાં મિત્ર પોતાના માતાને કહી રહ્યા છે કે મને તમારા માટે વહુ મળી ગઈ છે. આ બંનેમાંથી તમને કઈ પસંદ છે તે કહો. જે બાદ બે એકદમ સુંદર ગોરી યુવતીઓ આવે છે અને ગુજરાતીમાં  કરે છે કે, હું કરીશ લગન, હું કરીશ લગન. બાદમાં બંને લંડનના રસ્તા પર જ ઝઘડી પડે છે.


મિત્રનો આ વીડિયો ખૂબ જ ફની છે અને તેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મિત્ર ગઢવી હાલ લંડનમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જેનું નામ નમસ્તે લંડન છે. આ ફિલ્મને શૂટિંગ માટે મિત્ર નવરાત્રી પછી તરત જ લંડન ઉપડી ગયા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન મસ્તી કરતા સમયે તેમણે આ વીડિયો બનાવ્યો છે. લંડનથી મિત્ર ફોટોસ પણ પોસ્ટ કરતા રહે છે.

આ પણ જુઓઃ Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

છેલ્લો દિવસ, બસ એક ચાન્સ અને દાવ થઈ ગયો યાર ફિલ્મના આ અભિનેતા હવે નમસ્તે લંડનમાં જોવા મળશે. જેના ડાયરેક્ટર સન્ની સુરાણી અને અંકિત ત્રિવેદી છે. લંડન જતા પહેલા તેણે હોરર-કૉમેડી ફિલ્મ અફરા-તફરીનું શૂટિંગ કર્યું હતું. જેમાં તેની સાથે ખુશી શાહ અને ચેતન દઈયા સહિતના કલાકારો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK