ગુજરાતી અભિનેત્રી ખુશી શાહની શોર્ટ ફિલ્મનું ટિઝર રીલીઝ
ખુશી શાહ તેના ફેન્સ માટે લઇને આવી છે એક શોર્ટ ફિલ્મ, ‘ક્યા ઉખાડ લોગે’. ફિલ્મનું ટિઝર તેણે પોતાના સોશ્યલ મીડિયા પરથી શૅર કર્યું છે. આ ટિઝરને સારો પ્રતિસાદ મળ્યો છે. ખુશી શાહ અફરા તરફરી પછી અનેક બીજા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. તેણે લૉકડાઉનમાં અમદાવાદ ટ્રાવેલ કરીને પોતાની ફિલ્મનું શૂટ કરીને બે દિવસમાં કામ પુરું કર્યું હતું.
ADVERTISEMENT
અ ટ્રી એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રસ્તુત ફિલ્મ ક્યા ઉખાડ લોગેનું લેખન અને ડાયરેક્શન રિશીલ જોશીએ કહ્યું છે અને એક્ઝિક્યુશન મોસન માસ્ટર્સ દ્વારા કરાયું છે. તેની ક્રિએટિવ પ્રોડ્યુસર ઋતુ શાહ છે તથા સાથે શાશ્વત શાહ છે. ફિલ્મને ઉમેશ શર્માએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં ખુશી સાથે ચૈતન દૈયા, સંજય ઘલસર અને કામિની પંચાલ જોવા મળશે.
ખુશી આ પ્રોજેક્ટને લઇને ઘણી એક્સાઇટેડ છે અને તેને આશા છે કે તેના ચાહકોને આ શોર્ટ ફિલ્મ ગમશે.