સફળતા 0 કિમીનું ટ્રેલર લૉન્ચ, એક જ દિવસમાં મળ્યા આટલા વ્યૂઝ

Published: Jan 31, 2020, 20:05 IST | Mumbai Desk

ફિલ્મના ટ્રેલર પરથી ખ્યાલ આવે છે કે ફિલ્મ સફળતા 0 કિ.મી. નૃત્ય પર આધારિત ફિલ્મ છે,

સફળતા 0 કિમી ફિલ્મની ટીમે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરી દીધું છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થવા જઈ રહી છે ત્યારે વેલેન્ટાઇન યુગલો આંખોની અંદરની રોમેન્ટિક ધૂન સાથે પ્રેમના અલૌકિક પળોમાં ભીંજાઇ જશે. જેમકે ફિલ્મના ટ્રેલર પરથી ખ્યાલ આવે છે કે ફિલ્મ સફળતા 0 કિ.મી. નૃત્ય પર આધારિત ફિલ્મ છે, આ ફિલ્મ પાસે આ એકમાત્ર રોમેન્ટિક ટ્રેક છે પ્રેમરસ માં ઘૂમવા માટે. આ ગીત લવન ગોને એ ગાયું છે, વૈભવ દેસાઇએ લખ્યું છે અને મ્યુઝિક ડિરેક્ટર વીરલ અને લવન છે.

ગીતનું લોંચ બરોડાની યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. ધર્મેશ યેલાન્ડેનું ઘર બરોડામાં જ છે. ઘરે પાછા ફરવા અને તેમના પોતાના ઉદ્યોગ માટે કામ કરવાથી એક અનુપમ લાગણી હોય છે. તેમણે પોતાના કરિઅરની શરૂઆત અહીંથી કરી હતી, ડાન્સર બનવાનું સ્વપ્ન જોયું હતું. ધર્મેશે આ પ્રસંગે કહ્યું કે, ટ્રેલર લૉન્ચમાં ખૂબ જ આનંદ આવ્યો, લોકોનો આ પ્રેમ જોઈને મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. 14 ફેબ્રુઆરીએ આવે છે, ખૂબ જ પ્રેમ થી પ્રસ્તુત કરીએ છીએ તમને સફળતા OKm. આ ફિલ્મ બધી જ ઉંમરના લોકો માટેની છે.

અક્ષયે પોતાનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, પારુલ યૂનિવર્સિટીમાં તેમના પ્રત્યેનો લોકોનો પ્રેમ જોઈને ખૂબજ આનંદ થયો, આ ફિલ્મ બધાંની માટે છે, નાનાથી લઈને મોટા સુધી, એક સુંદર અને અગત્ય નો સંદેશ આપે છે, 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયાની ફિલ્મ આવી રહી છે ત્યારે જોઇએ તેની કેન્ડિડ તસવીરો

અક્ષય યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત અને પિનલ પટેલ નિર્માતા આ ફિલ્મમાં નિકુંજ મોદી, મનીષા ઠક્કર, શિવાની જોશી, શિવાની પટેલ, તરુણ નિહલાની, ધર્મેશ વ્યાસ, કુરુશ દેબુ, ઉદય મોદી, પૌરવી જોશી અને શિવમ તિવારી જેવા અપવાદરૂપ કલાકારો પણ છે. આ ફિલ્મનું નિર્માણ આરઝેડ એન્ટરટેનમેન્ટ પ્રા.લિ.ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત ખૂબ જ પ્રતિભાશાળી જોડી વીરલ મિસ્ત્રી અને લવન ગોન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે અને તેનું નિર્દેશન કરવામાં આવ્યું છે

જે રીતે ફિલ્મનું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે જોઇએ ફિલ્મ કેટલી ધૂમ મચાવી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK