Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલીપકુમાર સાથે કામ કરવાનું ધર્મેન્દ્રનું સપનું છે હજી અધૂરું

દિલીપકુમાર સાથે કામ કરવાનું ધર્મેન્દ્રનું સપનું છે હજી અધૂરું

26 December, 2018 03:13 PM IST |

દિલીપકુમાર સાથે કામ કરવાનું ધર્મેન્દ્રનું સપનું છે હજી અધૂરું

દિલીપકુમાર સાથે કામ કરવાનું ધર્મેન્દ્રનું સપનું છે હજી અધૂરું


હાલમાં જ ધર્મેન્દ્રએ પોતાની સ્ટ્રગલના દિવસો વિશે અનેક વાતો કહી હતી અને એ દરમ્યાન તેઓ ખાસ્સા ભાવુક પણ થયા હતા. ગઈ કાલે તેમની ૮૩મી વરસગાંઠ હતી. તેમની અધૂરી ઇચ્છા વિશે પૂછતાં ધર્મેન્દ્રએ કહ્યું હતું કે ‘મારા જેવા પંજાબથી બૉમ્બે એક કલાકાર બનવા માટે આવેલા માણસ પર ભગવાને ખૂબ જ કૃપા રાખી હતી. હું જ્યારે મુંબઈ આવ્યો ત્યાં સુધી મેં યુસુફસાબની એક જ ફિલ્મ જોઈ હતી. મેં ઘણી સ્ટ્રગલ કરી હતી અને અનેક વાર હું ભૂખ્યો પણ રહ્યો હતો. આટલી મહેનત કરવા છતાં પણ જ્યારે મને સાઇડ રોલ્સ પણ ન મળતાં હું નાસીપાસ થયો હતો અને પંજાબ પાછો ચાલ્યો ગયો હતો. જોકે અર્જુન હિંગોરાણી, મોહન કુમાર, હૃષીકેશ મુખરજી, બિમલ રૉય અને ઓ. પી. રાલ્હન જેવા ડિરેક્ટર્સનો હું આભાર માનું છું જેમના કારણે આજે હું જે છું એ બન્યો છું. તેમણે આપેલાં પાત્રોને કારણે જ મારી ઓળખ બની છે.’

તેમને પૂછેલા સવાલનો તેમણે જવાબ નહોતો આપ્યો, પરંતુ વારંવાર એ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે દિલીપકુમાર સાથે કામ કરવાનું તેમનું સપનું હજી અધૂરું છે. તેમને બન્નેને ઘણી ફિલ્મો માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ ને કોઈ કારણસર એ ફિલ્મો આગળ વધી નહોતી અને તેઓ આજ સુધી સાથે કામ નથી કરી શક્યા.



હેમા માલિની માટે અનંતકાળના પ્રેમી છે ધર્મેન્દ્ર


ધર્મેન્દ્રના બર્થ-ડે પર ગઈ કાલે તેમની પત્ની હેમા માલિનીએ સોશ્યલ મીડિયા પર તેમને અનંતકાળના પ્રેમી ગણાવ્યા છે. હેમા માલિનીએ ટ્વિટર પર ધર્મેન્દ્રના ફોટો શૅર કર્યા હતા. ધર્મેન્દ્રને બર્થ-ડેની શુભેચ્છા આપતાં હેમા માલિનીએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા અનંતકાળના પ્રેમી, મારી દીકરીઓના વહાલા પિતા અને દોહિત્રો ડેરિયન અને રાધ્યાના દાદાને હૅપી બર્થ-ડે. હું એ તમામ ફૅન્સનો આભાર માનું છું જેઓ ધરમજીના બર્થ-ડે પર મને શુભકામનાઓ મોકલી રહ્યા છે. હું આ તમામ લોકોની શુભેચ્છા તેમના સુધી ચોક્કસ પહોંચાડીશ.’


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2018 03:13 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK