Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ ક્રિકેટરના ફેન છે ધર્મેન્દ્ર, વર્લ્ડ કપ વિશે કહ્યું કંઈક આવું...

આ ક્રિકેટરના ફેન છે ધર્મેન્દ્ર, વર્લ્ડ કપ વિશે કહ્યું કંઈક આવું...

26 June, 2019 06:29 PM IST |

આ ક્રિકેટરના ફેન છે ધર્મેન્દ્ર, વર્લ્ડ કપ વિશે કહ્યું કંઈક આવું...

ધર્મેન્દ્ર (ફાઇલ ફોટો)

ધર્મેન્દ્ર (ફાઇલ ફોટો)


ધર્મેન્દ્ર છેલ્લે 2010માં આવેલી ફિલ્મ યમલા પગલા દીવાના ફિર દ્વારા પડદા પર જોવા મળ્યા હતા જેમાં તેમના બન્ને દીકરા સની અને બૉબી દેઓલે સ્ક્રીન સ્પેસ શેર કર્યો હતો.

ક્રિકેટ વર્લ્ડ કપનો ખૂમાર આખા દેશમાં છવાયેલો છે, બોલીવુડ પણ ક્રિકેટના રંગે રંગાયું છે. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં જ્યારે ભારતીય ટીમની મેચ હોય છે, સોશિયલ મીડિયામાં વર્લ્ડ કપનો ક્રેઝ ચરમ સીમાએ હોય છે. અભિનેતા ધર્મેન્દ્ર પણ ક્રિકેટના આ ક્રેઝમાં ક્યાંય પાછળ પડતાં નથી. તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની એક તસવીર શૅર કરીને તેને જીતની શુભેચ્છાઓ આપી છે.



આ તસવીરમાં વિરાટ કોહલીએ સાથે લેફ્ટહેન્ડ બૅટ્સમેન ઋષભ પંત પણ છે. વિરાટ અને ઋષભ પંતની આ સેલ્ફી સાઉથમ્પટનમાં લીધેલી છે. આ તસવીર શેર કરતાં ધર્મેન્દ્રએ લખ્યું છે, "મારા હીરોઝ શુભેચ્છાઓ. મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે."



એંસીની ઉંમર વટાવી ચૂકેલા ધર્મેન્દ્ર હાલમાં ફિલ્મોથી ફુરસત મેળવી મોટાભાગનો સમય મુંબઇની નજીક તેમનું ફાર્મ હાઉસ છે ત્યાં વિતાવે છે, ત્યાં તે પોતાના મૂળિયાઓ સાથે જોડાયેલા હોય તેવું અનુભવે છે. ધર્મેન્દ્ર પોતાને ખેડૂતનો દીકરો કહેતા રહ્યાં અને ઘણીવાર ખેતરો-વાડીઓમાં સમય પસાર કરવાને માણતાં હોય છે.

ધર્મેન્દ્ર છેલ્લે 2010માં આવેલી ફિલ્મ યમલા પગલા દીવાના ફિર સે સાથે પડદા પર જોવા મળ્યા હતા, જેમાં તેમણે બન્ને દીકરા સની અને બૉબી સાથે સ્ક્રીન શૅર કરી હતી. જોકે, ધર્મેન્દ્ર બીજા બોલીવુડ સિતારાઓની જેમ જ ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતતા જોવા માગે છે.

આ પણ વાંચો : ટિપ ટિપ બરસા પાની પર આલિયા ભટ્ટે કર્યો આવો ડાન્સ, જુઓ વીડિયો

જણાવીએ કે ભારતીય ટીમ પોતાની આગામી વર્લ્ડ કપ મેચ વેસ્ટ ઇન્ડિઝ ટીમ સાથે 27 જૂને રમશે. ત્યાર બાદ 30 જૂનના ઇંગ્લેન્ડમાં થશે અને 2 જુલાઇના રોજ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે મેચ રમશે. ભારતીય ક્રિકેટ ટીમને બોલીવુડ તરફથી જબરજસ્ત સમર્થન અને પ્રોત્સાહન મળી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 06:29 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK