ધર્મેન્દ્ર માટે આ વ્યક્તિએ કરી સદાય યુવાન રહેવાની દુઆ, જુઓ વીડિયો

મુંબઈ | Jun 09, 2019, 19:49 IST

બોલીવુડના એક્ટર ધર્મેન્દ્ર પોતાનો મહત્તમ સમય ફિલ્મી દુનિયાની ચકાચૌંધથી દૂર મોટા ભાગનો સમય કુદરતના ખોળે વીતાવવાનું પસંદ કરે છે. એટલે જ ધર્મેન્દ્ર ખેતી કરવામાં પોતાનો મોટા ભાગનો સમય વીતાવે છે.

ધર્મેન્દ્ર માટે આ વ્યક્તિએ કરી સદાય યુવાન રહેવાની દુઆ, જુઓ વીડિયો
File Photo

બોલીવુડના એક્ટર ધર્મેન્દ્ર પોતાનો મહત્તમ સમય ફિલ્મી દુનિયાની ચકાચૌંધથી દૂર મોટા ભાગનો સમય કુદરતના ખોળે વીતાવવાનું પસંદ કરે છે. એટલે જ ધર્મેન્દ્ર ખેતી કરવામાં પોતાનો મોટા ભાગનો સમય વીતાવે છે. ધર્મેન્દ્ર ક્યારેક વાવણી કરતા, ક્યારેક પાણી છાંટતા તો ક્યારેક ગાયોને ચારો નાખતા વીડિયોઝ શૅર કરતા રહે છે. તાજેતરમાં જ ધર્મેન્દ્રએ એક નવો વીડિયો શૅર કર્યો છે. જેમાં એક વ્યક્તિ તેમની લાંબી ઉંમર માટે દુઆ માગી રહ્યો છે.

આ વીડિયો ધર્મેન્દ્રના એક ફેનનો છે, જે દુબઈમાં રહે છે. ઈદના દિવસે આ ફેને ધર્મેન્દ્ર માટે ખાસ વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેને ધર્મેન્દ્રએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. વીડિયોમાં ધર્મેન્દ્રનો આ ફેન તેમને ઈદ માટે મુબારકબાદી આપી રહ્યો છે. સાથે જ ધર્મેન્દ્રના સારા સ્વાસ્થ્યની કામના પણ કરી રહ્યો છે. ધર્મેન્દ્રના આ ફેનના વીડિયોને લોકો લાઈક કરી રહ્યા છે, રિશૅર કરી રહ્યા છે.

કેટલાક દિવસો પહેલા ધર્મેન્દ્રએ કેકટલાક વડિયો શૅર કર્યા છે. જેમાં તે પોતાના ખેતરોમાં ઉગેલી કેરી બતાવી રહ્યા હતા. ધર્મેન્દ્ર પોતાના ફેન્સને એવુ પણ કહેતા દેખાયા કે ટૂંક સમયમાં જ બધાને કેરી ખવડાવશે.

આ પણ વાંચોઃ તૈયાર હતી વર્લ્ડ કપમાં જવા માટે, BCCIએ મનાઈ કરતા અહીં જોવા મળી અનુષ્કા

ધર્મેન્દ્ર ખેતી કરીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. લુધિયાણામાં જન્મેલા ધર્મેન્દ્ર હંમેશા ફાર્મહાઉસમાં સમય વીતાવતા વીડિયો શૅર કરતા રહે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો ધર્મેન્દ્ર છેલ્લે યમલા પગલા દીવાના ફિર સે અને યમલા પગલા દીવાના પાર્ટ 2માં દેખાયા હતા. ફિલ્માં તેમની સાથે તેમના રિયલ લાઈફ પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ પણ હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK