Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઓળખો કોણ છે આ સુપર સ્ટાર, જેનો દીકરો બોલીવુડમાં કરશે ડેબ્યૂ, ફોટો વાયરલ

ઓળખો કોણ છે આ સુપર સ્ટાર, જેનો દીકરો બોલીવુડમાં કરશે ડેબ્યૂ, ફોટો વાયરલ

30 August, 2019 05:25 PM IST | મુંબઈ ડેસ્ક

ઓળખો કોણ છે આ સુપર સ્ટાર, જેનો દીકરો બોલીવુડમાં કરશે ડેબ્યૂ, ફોટો વાયરલ

આ સુપરસ્ટાર બોલીવુડમાં પોતાના દમદાર ડાયલૉગબાઝી માટે ઓળખાય છે.

આ સુપરસ્ટાર બોલીવુડમાં પોતાના દમદાર ડાયલૉગબાઝી માટે ઓળખાય છે.


આ સુપરસ્ટાર બોલીવુડમાં પોતાના દમદાર ડાયલૉગબાઝી માટે ઓળખાય છે. તાજેતરમાં જ તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને ચૂંટણીમાં સફળતા પણ મેળવી છે.

ધર્મેન્દ્ર જ્યારથી સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે, ચાહકો સાથે જૂની તસવીરો શેર કરતાં હોય છે. ક્યારેક જૂના સાથી કલાકારો સાથે તો ક્યારેક પરિવારના સભ્યોની તસવીરો પણ ધર્મેન્દ્ર શૅર કરતાં હોય છે. હવે તેમણે દીકરા સની દેઓલની એક એવી તસવીર ટ્વિટર પર શૅર કરી છે જે ચાહકોએ આ પહેલા ક્યારેય નહીં જોઈ હોય.



આ તસવીર ત્યારની છે, જ્યારે સની દેઓલ એક વર્ષના હતા. ધર્મેન્દ્રએ તસવીર સાથે લખ્યું છે કે, "મિત્રો, મારા પ્યારા દીકરા સનીને જુઓ. એક વર્ષની ઉંમર." બ્લેક એન્ડ વાઇટ તસવીરમાં સની દેઓલ ખૂબ જ ક્યૂટ દેખાય છે અને સહેજ પણ ઓળખાતા નથી. હાથમાં બો જેવું કંઇક રમકડું લઇને સ્માઇલ આપી રહ્યા છે.



સનીની આ તસવીર પર ચાહકો પણ મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે, અઢી કિલોનો હાથ જ્યારે અઢીસો ગ્રામનો હતો. દાદી ચંદો તોમરે પણ કોમેન્ટમાં લખ્યું છે કે, સની દેઓલ જેવું બાળક ન બીજું કોઈ. એક યૂઝરે લખ્યું છે, લાગે છે કે કાત્યાને ડાયલૉગ બોલી રહ્યા છે. એક બીજા યૂઝરે લખ્યું છે કે આ તે દિવસોની વાત છે જ્યારે આખા શરીરનું વજન અઢી કિલો હતું.

આ પણ વાંચો : 14 વર્ષ બાદ આટલા બદલાઈ ગયા છે શક્તિમાનના કલાકારો, જુઓ તસવીરો

આમ તો સની દેઓલની લગભગ બધી જ તસવીરો ઇન્ટરનેટ પર મળે છે, જેમાંથી કેટલીક બાળપણની પણ છે, પરંતું એક વર્ષની ઉંમરના સની દેઓલની પહેલી તસવીર સામે આવી છે. ખાસ વાત એ છે કે હવે સની દેઓલનો દીકરો કરણ દેઓલ બોલીવુડમાં પલ પલ દિલ કે પાસ ફિલ્મ સાથે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, જે 20 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સહર બામ્બા ફીમેલ લીડ રોલમાં છે, જે પોતે ડેબ્યૂટેંટ છે.

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2019 05:25 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK