Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશા પારેખ સાથે શૂટિંગ કરતાં પહેલાં કેમ કાંદા ખાઈને જતા હતા ધર્મેન્દ્ર?

આશા પારેખ સાથે શૂટિંગ કરતાં પહેલાં કેમ કાંદા ખાઈને જતા હતા ધર્મેન્દ્ર?

06 September, 2019 10:50 AM IST | મુંબઈ

આશા પારેખ સાથે શૂટિંગ કરતાં પહેલાં કેમ કાંદા ખાઈને જતા હતા ધર્મેન્દ્ર?

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર


ધર્મેન્દ્ર તેમની ડ્રિન્ક કરવાની ટેવને કારણે આશા પારેખ સાથેની ફિલ્મ ‘આયે દિન બહાર કે’ના શૂટિંગ પર જતાં પહેલાં કાંદા ખાઈને જતા હતા. આ ફિલ્મનું શૂટિંગ દાર્જીલિંગમાં થયું હતું. ધર્મેન્દ્ર, આશા પારેખ અને વહીદા રહેમાન હાલમાં જ સોની પર આવતા ‘સુપરસ્ટાર સિંગર’ શોમાં પહોંચ્યાં હતાં. એ દરમ્યાન ફિલ્મના એ અનુભવ વિશે ધર્મેન્દ્રએ કહ્યું હતું કે ‘અમે દાર્જીલિંગમાં શૂટિંગ કરી રહ્યાં હતાં. ફિલ્મના પૅકઅપ બાદ પ્રોડ્યુસરો અને અન્ય ક્રૂ-મેમ્બર્સ મોડી રાત સુધી પાર્ટી કરતા હતા. હું પણ તેમની સાથે સામેલ થતો હતો. અમે ડ્રિન્ક કરતા હતા. જોકે સવારના ડ્રિન્કની સ્મેલ આવતી હતી. એથી એ સ્મેલને છુપાવવા માટે હું કાંદા ખાતો હતો. મેં તમને કહ્યું હતું કે હું આલ્કોહૉલની સ્મેલ છુપાવવા માટે કાંદા ખાતો હતો. જોકે તમે મને ડ્રિન્ક ન કરવાની સલાહ આપી હતી. તમારી સલાહ બાદ મેં ડ્રિન્ક કરવાનું બંધ કર્યું હતું. ત્યાર બાદ આપણે સારા ફ્રેન્ડ્સ બની ગયા હતા. આપણે એક ફૅમિલી જેવા બની ગયા છીએ. એ દિવસો તો ખૂબ જ સારા હતા. એ સુંદર યાદોને હાલમાં યાદ કરીને હું દુ:ખી થઈ જાઉં છું. જોકે એ વખતે મળેલા કામના એ અદ્ભુત અનુભવને યાદ કરીને હું ખુશ થાઉં છું.’

આ પણ વાંચો : રાજકુમાર રાવ સાથે ફિલ્મમાં કામ કરવાની મારી ઇચ્છા છે : સાન્યા મલ્હોત્રા



ધર્મેન્દ્ર સાથે કામ કરવાના અનુભવને યાદ કરતાં આશા પારેખે કહ્યું હતું કે ‘ફિલ્મમાં એક ગીત હતું જેમાં ધર્મેન્દ્રને પાણીની અંદર ડાન્સ કરવાનો હતો. એ વખતે ઠંડી પણ ખૂબ હતી એને કારણે તેઓ ખૂબ થરથરી રહ્યા હતા. તે જ્યારે પણ પાણીની બહાર આવતા ત્યારે તેમને બ્રૅન્ડી ઑફર કરવામાં આવતી હતી. એ વખતે તેઓ મારી સામે જોતા હતા, કારણ કે મેં તેમને કહ્યું હતું કે જો તેઓ ડ્રિન્ક કરશે તો હું સેટ પરથી જતી રહીશ. આવું તો બે-ત્રણ દિવસ સુધી ચાલ્યા કર્યું, પરંતુ તેમણે મારું માન રાખતાં આલ્કોહૉલને હાથ પણ લગાડ્યો નહોતો.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 10:50 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK