ધર્મેન્દ્રને થયો ડેન્ગ્યૂ, 3 દિવસથી હોસ્પિટલમાં લઇ રહ્યા હતા સારવાર

Published: Oct 09, 2019, 12:36 IST | મુંબઈ ડેસ્ક

ધર્મેન્દ્ર છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા અને સારવાર લઇ રહ્યા હતા.

ધમેન્દ્ર (ફાઇલ ફોટો)
ધમેન્દ્ર (ફાઇલ ફોટો)

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત હાલ નાદુરસ્ત છે. મળી રહેલ માહિતી પ્રમાણે ધર્મેન્દ્રને ડેન્ગ્યૂ થયો હતો. ડેન્ગ્યૂ થવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. હવે રિપોર્ટ્સ પ્રમાણે, ધર્મેન્દ્રની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે.જોકે હાલ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા અને સારવાર લઇ રહ્યા હતા.

મુંબઇ મિરરની રિપોર્ટ પ્રમાણે, ધર્મેનેદ્રને ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હવે જ્યારે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે ત્યાકે ડૉક્ટરોએ સોમવારે સાંજે તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. હાલ તે પોતાના મોટા દીકરા સની દેઓલ સાથે હતા.

તો બીજી તરફ ચર્ચાઓ એવી હતી કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી તે સીધા લોનાવલામાં આવેલા પોતાના ફાર્મહાઉસ જશે. ધર્મેન્દ્ર પોતાના ફાર્મહાઇસ પર જવાનું પસંદ કરતા હોય છે અને તે ઘણો સમય ત્યાં પસાર કરે છે. જો કે, સોર્સ પ્રમાણે, તે ઘરે આરામ કરશે અને ત્યાં સુધી ફાર્મહાઉસ પર નહીં જાય જ્યાં સુધી તે સાજાં ન થઈ જાય.

50 વર્ષના કરિઅરમાં ધર્મેન્દ્રની લગભગ 200 ફિલ્મો
વર્કફ્રન્ટની વાત કરીએ તો પોતાના કરિઅરની શરૂઆત 1960માં રિલીઝ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરા સાથે કરી હતી. પોતાના 50 વર્ષની ફિલ્મની કારકિર્દીમાં તેમણે 200 ફિલ્મો કરી છે. ધર્મેન્દ્રએ શોલે, ચુપકે-ચુપકે, ધરમવીર, પ્રતિજ્ઞા, યાદો કી બારાત જેવી અનેક હીટ ફિલ્મો પણ આપી છે. ધર્મેન્દ્ર છેલ્લે ફિલ્મ યમલા પગલા દિવાના: અગેનમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સની દેઓલ અને બૉબી દેઓલ પણ હતા. આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

જણાવીએ કે તાજેતરમાં ધર્મેન્દ્રએ પોતાના પૌત્ર કરણ દેઓલની ફિલ્મ પલ પલ દિલ કે પાસનું પ્રમોશન કર્યું હતું. તે પલ પલ દિલ કે પાસની સ્ક્રીનિંગમાં પણ દેખાયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK