હેમા માલિનીની મજાક ધર્મેન્દ્રને પડી ભારે, આ રીતે જાહેરમાં માંગી માફી

Published: Jul 17, 2019, 19:29 IST | મુંબઈ ડેસ્ક

ઘર્મેન્દ્રએ તાજેતરમાં જ હેમા માલિનીના ઝાડૂ લગાવવા પર એક ટ્વીટ કર્યું હતું. જેને લઈને હવે ધર્મેન્દ્રએ હેમા માલિનીની માફી માગી છે.

ધર્મેન્દ્રએ હેમા માલિનીની માગી માફી
ધર્મેન્દ્રએ હેમા માલિનીની માગી માફી

બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર આજકાલ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ મથુરા સીટના સાંસદ અને ધર્મેન્દ્રની પત્ની અભિનેત્રી હેમા માલિનીએ સંસદ પરિસરમાં ઝાડૂ લગાવ્યું હતું. જેને કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ હતી. હેમા માલિનીના ઝાડૂ લગાવવા બાબતે એક યૂઝરે ધર્મેન્દ્રને પ્રશ્ન કર્યો હતો કે શું મેડમે આ પહેલા ક્યારેય ઝાડૂ લગાવ્યું છે? જેના જવાબમાં તેણે કહ્યું હતું, " હા ફિલ્મ્સમાં. મને પણ અનાડી લાગતી હતી. પણ મેં બાળપણમાં હંમેશાં મારી માતાને મદદ કરી છે. હું ઝાડૂ લગાવવામાં માહેર હતો. મને સફાઇ ખૂબ જ ગમે છે."

ધર્મેન્દ્રની આ ઇમાનદાર પ્રતિક્રિયાનું ચાહકોએ સ્વાગત કર્યું છે. જણાવીએ તે ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે અને તે પોતાના ચાહકો સાથે સંવાદ કરતો હોય છે. જો કે હવે ધર્મેન્દ્રનું વધુ એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જેમાં ધર્મેન્દ્ર હેમા માલિનીની માફી માગતો જોવા મળે છે. હકીકતે ધર્મેન્દ્રએ પોતાની જુની તસવીર શેર કરતાં લખ્યું, કંઇ પણ કહી દેતો હોઉં છું. કંઈ પણની ભાવનાને. કંઈ પણ સમજી બેસે છે લોકો. ટ્વીટ બાદશાહ. કંઈ પણ કર્યું. વાત ઝાડૂની કરી. તોબા તોબા. ક્યારેય નહીં કરું. અમને માફી આપી દો માલિક.. અને હાથ જોડતી ઇમોજી જોડી છે.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

ધર્મેન્દ્રનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર પણ ઘણું વાયરલ થઈ રહ્યું છે અને ચાહકો તેના આ ટ્વીટ પર પણ રિએક્ટ કરી રહ્યા છે. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન હિંગોરાનીની ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે' સાથે ડેબ્યૂ કરનાર ધર્મેન્દ્ર ટૂંક સમયમાં જ સંગીત સિવાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ચિયર્સ-સેલિબ્રેટ લાઇફ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ પણ હશે. અને બોબીની આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK