હવે હૉરર ફિલ્મ બનાવવાના મૂડમાં છે કરણ જોહર, સોમવારે ખુલશે રહસ્ય

Published: Jun 08, 2019, 19:06 IST | મુંબઈ

કરણ જોહરે હૉરર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. ધર્મા પ્રોડક્શને એક પોસ્ટ કરીને આ તરફ ઈશારો કર્યો હતો.

હવે હૉરર ફિલ્મ બનાવવાના મૂડમાં છે કરણ જોહર
હવે હૉરર ફિલ્મ બનાવવાના મૂડમાં છે કરણ જોહર

હવે કરણ જોહર ઑડિયન્સને ડરાવવાની તૈયારી કરી રહ્યા છે. એ દિલ હૈ મુશ્કીલ અને તખ્ત બાદ હવે તેની એક પોસ્ટ સામે આવી છે. જેમાં તેણે ઈશારો કર્યો છે કે તે હૉરર ફિલ્મ બનાવી શકે છે. શુક્રવારે ફિલ્મકારે જાહેરાત કરી છે કે તેનું પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન એક હૉરર ફિલ્મ પર કામ કરવા જઈ રહ્યું છે. આ પોસ્ટની સાથે કરણે સોમવારે આ પ્રોજેક્ટ પર વધુ માહિતી આપશે તેમ પણ કહ્યું.

 
 
 
View this post on Instagram

Film announcement on Monday! STAY TUNED! @apoorva1972 @bhanu.singh.91 @shashankkhaitan @dharmamovies

A post shared by Karan Johar (@karanjohar) onJun 7, 2019 at 5:44am PDT


ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કેઃ ધર્મા પ્રોડક્શન હવે ડરામણી ફિલ્મો પર હાથ અજમાવવા જઈ રહ્યું છે. 15મી નવેમ્બ 2019. સી યુ સૂન.

પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો કરણ જોહરની છેલ્લી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2 હતી. જેને પુનિત મલ્હોત્રાએ ડાયરેક્ટ કરી હતી. જેમાં ટાઈગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડે હતા. જે 2015માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરની સિક્વલ હતી.

આ પણ વાંચોઃ મેકઅપ વગરની સેલ્ફી પોસ્ટ કરતા ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, લોકોએ કહ્યું બૂઢી થઈ ગઈ છે

કરણ નેટફ્લિક્સનો ડેટિંગ શો વ્હોટ ઈઝ લવ? પણ હોસ્ટ કરી રહ્યો છે. સાથે જ તે એ દિલ હૈ મુશ્કિલ પછી તખ્તને ડાયરેક્ટ કરી રહ્યો છે. આ એક પીરિયોડિક ડ્રામા છે જેમાં કરીના કપૂર ખાન, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જહ્નાવી કપૂર અને અનિલ કપૂર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK