Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dhanushના આ ગીતે તોડ્યા બધા રેકૉર્ડ, યુટ્યૂબ પર ગીતના વ્યૂઝ અરબ પાર

Dhanushના આ ગીતે તોડ્યા બધા રેકૉર્ડ, યુટ્યૂબ પર ગીતના વ્યૂઝ અરબ પાર

17 November, 2020 02:37 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Dhanushના આ ગીતે તોડ્યા બધા રેકૉર્ડ, યુટ્યૂબ પર ગીતના વ્યૂઝ અરબ પાર

Dhanushના આ ગીતે તોડ્યા બધા રેકૉર્ડ, યુટ્યૂબ પર ગીતના વ્યૂઝ અરબ પાર

Dhanushના આ ગીતે તોડ્યા બધા રેકૉર્ડ, યુટ્યૂબ પર ગીતના વ્યૂઝ અરબ પાર


તામિલ સુપરસ્ટાર અને રજનીકાંતના જમાઇ ધનુષના એક હીતે એક નવો રેકૉર્ડ સર્જ્યો છે. તેમની ફિલ્મ મારી 2ના રાઉડી બેબી ગીતે યુ-ટ્યૂબ પર 1 બિલિયન એટલે કે 10 કરોડથી વધારે વ્યૂઝનો જબરજસ્ત રેકૉર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ઘનુષ અને કૃષ્ણાએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

ધનુષે આ ખુશખબરી શૅર કરતા ટ્વીટ કર્યું, "કેટલો સારો સંજોગ છે. કોલાવેરી દી ગીતની નવમી વર્ષગાંઠ પર રાઉડી બેબી ગીતના એક બિલિયન વ્યૂઝનો પડાવ પાર કરી લીધો છે. અમને એ જણાવતા સમ્માનિત અનુભવી રહ્યા છીએ કે એક બિલિયન વ્યૂઝ મેળવનારું આ પહેલું દક્ષિણ ભારતીય ગીત છે. અમારી આખી ટીમ મનથી આભાર માને છે."



જણાવવાનું કે, મારી 2ના રાઉડી બેબી ગીતને ધનુષ અને ધીએ સ્વર આપ્યો છે. ગીત 25 ઑક્ટોબર 2018ના રિલીઝ કરવામાં આવ્યું હતું. ગીતનું સંગીત યુવન શંકર રાજાએ કંપોઝ કર્યું હતું. આ ગીતના લિરિક્સ પણ ધનુષે જ લખ્યા હતા. ગીત હવે યૂ-ટ્યૂબના સૌથી વધારે જોવાયેલા ગીતમાં મોખરે છે.



આવો જ એક ઇતિહાસ ધનુષના ગીત કોલાવરી દીએ રચ્યો હતો. આ ગીત ધનુષની 2011માં આવેલી સાઇકોલૉજિકલ થ્રિલર 3નું હતું. 16 નવેમ્બર 2011ના રિલીઝ થયેલું ગીત જોત-જોતામાં દેશભરમાં જબરજસ્ત લોકપ્રિય થયું હતું. તામિલ અને ઇન્ગલિશમાં લખવામાં આવેલા આના લિરિક્સ ચાહકો વચ્ચે એક ફિનોમેના બની ગયા હતા. આ ગીત પણ ધનુષે લખ્યું અને ગાયું હતું. જ્યારે આ ગીતમાં સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું હતું. આ ગીતની લોકપ્રિયતા આથી જ સમજી શકાય છે કે તત્કાલીન પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે ઘનુષને વિશિષ્ટ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ધનુષ હવે આનંદ એલ રૉયની ફિલ્મ 'અતરંગી રે'માં સારા અલી ખાન અને અક્ષય કુમાર સાથે દેખાશે. તેમણે હિન્દી ફિલ્મોમાં પોતાનું કરિઅર રૉયની જ ફિલ્મ રાંઝણાથી શરૂ કર્યું હતું, જેમાં સોનમ કપૂર ફિમેલ લીડમાં હતી. આ ફિલ્મમાં ધનુષનું કામ ખૂબ જ વખણાયું હતું. ત્યાર પછી તે આર બાલ્કીની ફિલ્મ શમિતાભમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2020 02:37 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK