બાળકોના બાલવીરને બનવું છે આઇપીએસ ઑફિસર

Published: Oct 07, 2019, 09:48 IST | પાર્થ દવે | અમદાવાદ

શામળાજીનો દેવ જોશી ઍક્ટિંગની સાથે અભ્યાસમાં પણ ફોકસ્ડ છે, હાલમાં પૉલિટિકલ સાયન્સના બીજા વર્ષમાં છે

દેવ જોશી
દેવ જોશી

૨૦૧૨થી સબ ટીવી પર આવતી બાળકો માટેની ફેન્ટસી સિરિયલ ‘બાલવીર’માં મુખ્ય પાત્ર ભજવતા દેવ જોશીએ કહ્યું હતું કે ‘કૉલેજ પૂરી કર્યા પછી હું યુપીએસસીની તૈયારીમાં વધુ ધ્યાન આપીશ કેમ કે મને આઇપીએસ ઑફિસર બનવું છે.’
બાલવીરનું પાત્ર ભજવતો દેવ જોશી મૂળ શામળાજીનો છે અને તે અત્યારે પૉલિટિકલ સાયન્સના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. ટીવી પર ‘બાલવીર’ સહિતના જુદા-જુદા શોની સાથે તે ભણવામાં પણ સંપૂર્ણ ફોકસ્ડ છે.

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

જ્યારે ‘બાલવીર’ શરૂ થયું ત્યારે દેવ સાતમા ધોરણમાં હતો અને ત્યાર પછી તે સ્કૂલ નથી ગયો, સીધી પરીક્ષા જ આપી છે. દસમા ધોરણમાં પણ દસ દિવસ સ્કૂલ ગયો હતો. તે કહે છે કે ‘...હું ભણવામાં પણ ઍક્ટિંગ જેટલો જ સારો છું! હું ગુજરાત યુનિવર્સિટીમાં પહેલો આવ્યો હતો. મારે શોખથી વધારે લાઇફમાં સેટલ થવું છે, માટે હું બને સાઇડ બૅલૅન્સ કરી રહ્યો છું.’

Loading...

Tags

sab tv
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK