Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાંસળીમાં ઈજા થવા છતાં લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કર્યું આમિર ખાને

પાંસળીમાં ઈજા થવા છતાં લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કર્યું આમિર ખાને

20 October, 2020 01:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંસળીમાં ઈજા થવા છતાં લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કર્યું આમિર ખાને

આમિર ખાન

આમિર ખાન


આમિર ખાનને દિલ્હીમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ દરમ્યાન પાંસળીમાં ઈજા આવી હતી. આમ છતાં તેણે પેઇનકિલર્સ લઈને એ દિવસનું શૂટિંગ પૂરું કર્યું હતું. કામ પ્રતિની તેની લગન જોઈને જ તેને બૉલીવુડનો ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ કહેવામાં આવે છે. ઍક્શન સીક્વન્સના શૂટિંગ દરમ્યાન આમિર ખાનને પાંસળીમાં ઈજા થઈ હતી. જોકે તેણે શૂટિંગ બંધ નહોતું કરાવ્યું. તેણે માત્ર પોતાની સ્થિતિ જોઈ અને સમય વેડફ્યા વગર પેઇનકિલર્સ લીધી અને શૂટિંગ ફરીથી શરૂ કરી દીધું હતું. આમિર નહોતો ચાહતો કે શૂટિંગમાં કોઈ પણ પ્રકારની બાધા આવે. એથી તેણે દવા લઈને કામ શરૂ કરી દીધું હતું. સેટ પર તમામ પ્રકારની સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે. કરીના કપૂર ખાને તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ અગાઉ રનિંગની શૂટિંગ સીક્વન્સમાં પણ આમિરને ભારે તકલીફ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2020 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK