Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સ્વરા ભાસ્કર બની દેશી મિસિસ મેઝલ!

સ્વરા ભાસ્કર બની દેશી મિસિસ મેઝલ!

20 November, 2020 08:42 PM IST | Ahmedabad
Mumbai correspondent

સ્વરા ભાસ્કર બની દેશી મિસિસ મેઝલ!

સ્વરા ભાસ્કર બની દેશી મિસિસ મેઝલ!

સ્વરા ભાસ્કર બની દેશી મિસિસ મેઝલ!


નેટફ્લિક્સની આગામી સિરીઝ ‘ભાગ બીની ભાગ’માં સ્વરા ભાસ્કર લીડ રોલમાં જોવા મળશે. આ શોનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. સ્વરા બીની નામની યુવતીના રોલમાં છે જે સામાજિક બંધનોમાંથી છૂટીને સ્ટૅન્ડ-અપ કૉમેડીમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે. તે પોતાનાં લગ્નના દિવસે લગ્ન કરવાની ના પાડી દે છે, પોતાની રીતે જિંદગી જીવવા માગે છે અને સ્ટૅન્ડ-અપ કૉમેડી કરવા માગે છે. આટલી વાર્તા સાંભળીને તમને ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની અમેરિકન કૉમેડી ડ્રામા સિરીઝ ‘ધ માર્વેલસ મિસિસ મેઝલ’ યાદ આવી ગઈ હશે. આ અવૉર્ડ વિનિંગ સિરીઝની અત્યાર સુધી ત્રણ સીઝન આવી ગઈ છે અને હવે ચાહકો ચોથી સીઝનની રાહ જોઈને બેઠા છે. 

‘ભાગ બીની ભાગ’માં સ્વરા ભાસ્કર ઉપરાંત, યુટ્યુબર ડોલી સિંહ, અમેરિકન ઍક્ટર રવિ પટેલ અને સ્ટૅન્ડ-અપ કૉમેડિયન વરુણ ઠાકુર પણ છે. તો બીનીનાં માતા-પિતા તરીકે ગિરીશ કુલકર્ણી અને મોના આંબેગાવકર જોવા મળશે. સ્વરા ભાસ્કરે અગાઉ ‘ઇટ્સ નૉટ ધૅટ સિમ્પલ’, ‘રસભરી’ અને ‘ફ્લૅશ’ જેવી વેબ-સિરીઝ કરી છે અને હવે ‘ભાગ બીની ભાગ’ માર્વેલસ સાબિત થાય છે કે નહીં એની ૪ ડિસેમ્બરે શો રિલીઝ થયા પછી ખબર પડશે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2020 08:42 PM IST | Ahmedabad | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK