Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > 'દિલ્હી ક્રાઇમ'ને મળ્યો ઇન્ટરનેશનલ એમી એવૉર્ડ 2020

'દિલ્હી ક્રાઇમ'ને મળ્યો ઇન્ટરનેશનલ એમી એવૉર્ડ 2020

24 November, 2020 10:06 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

'દિલ્હી ક્રાઇમ'ને મળ્યો ઇન્ટરનેશનલ એમી એવૉર્ડ 2020

તસવીર સૌજન્ય ટ્વિટર

તસવીર સૌજન્ય ટ્વિટર


નેટફ્લિક્સની સીરિઝ દિલ્હી ક્રાઇમને 48મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્ઝમાં બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ એનાયત કરાયો છે. પહેલી વાર વર્ચ્યુઅલી કાસ્ટ થયેલા આ એવોર્ડમાં દિલ્હી ક્રાઇમ એવો પહેલો ઇન્ડિયન પ્રોગ્રામ છે જેને એમી એવોર્ડ્ઝ પ્રાપ્ત થયો છે. આ વર્ચ્યુઅલ ઇવેન્ટ રિચર્ડ કાઇંડે હોસ્ટ કરી. વર્ષ 2012માં દિલ્હીમાં થયેલા ગેન્ગ રેપ પર આધારિત આ સીરિઝને 'બેસ્ટ ડ્રામા સીરિઝ'નો અવૉર્ડ મળ્યો છે.




વેબસાઇટ પર લખેલું છે, "ડ્રામા સીરિઝ દિલ્હી ક્રાઇમે ભારતીય પ્રોગ્રામમાં પહેલો એમી અવૉર્ડ પોતાને નામ કર્યો છે." આ સીરિઝની કાસ્ટની વાત કરીએ તો એમાં શેફાલી શાહ, રસિકા દુગ્ગલ, રાજેશ તેલંગ, આદિલ હુસૈન અને અભિલાષા સિંહ સામેલ છે.


સીરિઝમાં મુખ્ય પાત્ર ભજવનાર શેફાલી શાહે વીડિયો ટ્વીટ કરીને બધા કૉ-સ્ટાર્સને ટેગ કર્યો છે. તેણે લખ્યું, "મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે અમને એમી અવૉર્ડ મળ્યો છે." જણાવવાનું કે શેફાલી શાહે આ સીરિઝમાં ડેપ્યૂટી કમિશનર વર્તિકા ચતુર્વેદીની ભૂમિકા ભજવી હતી. વીડિયોમાં સીરિઝની અનાઉન્સમેન્ટ થતી જોઇ શકાય છે.

આ સિવાય અભિનેતા અર્જુન માથુર 'બેસ્ટ એક્ટર' માટે નૉમિનેટ થયા હતા, સીરિઝ 'મેડ ઇન હેવન' અને 'ફોર મોર શૉટ્સ પ્લીઝ' માટે. આ બન્ને સીરિઝ એમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થઈ હતી.

રાઇટર ડાયરેેક્ટર રિચી મહેતાએ સાત એપિસોડમાં કઇ રીતે મહિલા પોલીસ અધિકારી વર્તિકા ચતુર્વેદીએ દિલ્હીના નિર્ભયા ગેંગ રેપનો કેસ સોલ્વ કર્યો હતો તે દર્શાવ્યું છે. પોતાની એવોર્ડ સ્વિકૃતિની સ્પીચમાં રિચી મહેતાએ તમામનો આભાર માન્યો અને ખાસ કરીને શેફાલી શાહને તેના અભિનય માટે બિરદાવ્યાં. સાથે તેણે પોતાની પત્ની, સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને દિલ્હી પોલીસ ટીમનો આભાર માન્યો.

તેણે કહ્યું કે આ પ્રોજેક્ટનું નેતૃત્વ સ્ત્રીઓ સંભાળ્યું હતું અને તેના ફાઇનાન્સથી માંડીને રિલીઝની જવાબદારી સ્ત્રીઓની હતી. તેમણે એ એવોર્ડ એવી તમામ સ્ત્રીઓને ડેડિકેટ કર્યો જેઓ હિંમતથી પોતાના પર થતા તમામ અત્યાચારનો સામનો કરે છે અને પછી તેનાથી થયેલી સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી પણ તેમના માથે જ આવે છે. નિર્ભયા એટલે કે જ્યોતિ અને તેની માતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ રોજ આ નિર્ભય મા-દીકરીનો વિચાર કરે છે અને તેમની પર થયેલા અત્યાચારને લોકો ભૂલી ન જાય તે જરૂરી છે.

આદિલ હુસૈને પણ આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 

ભારત માટે આ વિક્ટરી બહુ જ નોંધપાત્ર અને માઇલસ્ટોન સમાન સાબિત થઇ છે.

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2020 10:06 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK