દિલ્હી ક્રાઇમની 2 સીઝન માટે ચંડીગઢની રિયલ લાઇફ એસીપી સાથે સમય પસાર કર્યો રસિકા દુગ્ગલે

Updated: Jan 22, 2020, 13:25 IST | Harsh Desai | Mumbai

રસિકા દુગ્ગલ તેની આગામી વેબ-સિરીઝ માટે ચંડીગઢની રિયલ-લાઇફ એસીપી સાથે મુલાકાત કરી હતી.

રસિકા દુગ્ગલ
રસિકા દુગ્ગલ

રસિકા દુગ્ગલ તેની આગામી વેબ-સિરીઝ માટે ચંડીગઢની રિયલ-લાઇફ એસીપી સાથે મુલાકાત કરી હતી. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘દિલ્લી ક્રાઇમ’ને ખૂબ જ વખાણવામાં આવી હતી. પહેલી સીઝનમાં રસિકાએ પોલીસ ઑફિસર નીતિ સિંહનું પાત્ર ભજવ્યું હતું. નિર્ભયા કેસ પર બનેલી આ સીઝનની સફળતા બાદ હવે એની બીજી સીઝન પર કામ ચાલી રહ્યું છે. આ સીઝનમાં રસિકાનો પોલીસ રેન્ક વધારવામાં આવ્યો છે. તેમ જ આ શોની સ્ટોરી લાઇન એક નવા કેસની આસપાસ જોવા મળશે. આ શોના પાત્ર માટે રસિકાએ ઘણી મહેનત કરી છે અને તૈયારી માટે ઘણાં પોલીસને પણ મળી છે. આ માટે રસિકા ચંડીગઢમાં એસીપી સાથે મુલાકાત કરી હતી અને ઘણાં દિવસ તેની સાથે રહી પણ હતી. આ વિશે વાત કરતાં રસિકાએ કહ્યું હતું કે ‘મને ક્યારેય નથી લાગ્યું કે હું કોઈ પાત્ર માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકું. મારા માટે સૌથી રોમાંચક વાત એ છે કે શીખવાની પ્રક્રિયા મારા માટે હંમેશાં ચાલતી રહે છે. એક દિવસ પોલીસ સ્ટેશનમાં વિતાવવાથી દેશની પરિસ્થિતીથી આપણે પરિચીત થઈએ છીએ. એનાથી ખબર પડે છે કે આપણે હંમેશાં ખયાલી દુનિયામાં રહીએ છીએ. પોલીસ સ્ટેશનમાં રહીને પોલીસ કર્મચારીઓને કામ કરતાં નજદીકથી જોવાનો મને અવસર મળ્યો એની મને ખુશી છે. નીતિ સિંહના પાત્રને લઈને હું ખૂબ જ ઉત્સાહિત હોવાની સાથે થોડી નર્વસ પણ છું. આ એક જૂના મિત્રને મળવા જેવું છે. તમે તેને ખૂબ જ સારી રીતે જાણો છો, પરંતુ હજી ઘણું જાણવાનું બાકી હોય છે.’

‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સીઝનની સાથે રસિકા ફિલ્મ ‘લૂટ કેસ’, વેબ-શો ‘મિર્ઝાપૂર ૨’ અને ‘અ સૂટેબલ બૉય’માં જોવા મળશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK