સંરક્ષણપ્રધાને લોચો માર્યો રજનીકાંતનું નામ બોલવાનું ભૂલી ગયા

Published: 21st November, 2014 04:58 IST

૪૫મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન-સમારંભમાં તાજેતરમાં જ ભારતના સંરક્ષણપ્રધાન તરીકે અખત્યાર સંભાળનારા ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરે તેમના પ્રવચનમાં મોટી ભૂલ કરી હતી.


સાઉથની ફિલ્મોના બાદશાહ રજનીકાંતનું નામ બોલવાનું ચૂકી જતાં તેમણે લગભગ તે ફિલ્મસ્ટારનો રોષ વહોરી લીધો હતો, પરંતુ ચતુર મનોહર પર્રિકરે મધુર સ્મિત કરીને વાત વાળી લીધી હતી.તેમણે મંચ પર ઉપસ્થિતોમાં ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અરુણ જેટલી, મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ગોવાના મુખ્ય પ્રધાન લક્ષ્મીકાંત પાર્સેકર, રાજ્યનાં ગવર્નર મૃદુલા સિંહા વગેરનાં નામ લીધા પછી રજનીકાતનું નામ લગભગ ભૂલી ગયા હતા.જોકે સમયસૂચકતા અને ચતુરાઈ માટે જાણીતા ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પર્રિકરને જે કંઈ ખૂટતું હતું એ ધ્યાનમાં આવી ગયું અને રજનીકાંત તરફ જોઈને મધુર સ્મિત ચહેરા પર ફરકાવ્યા પછી બોલ્યા, ‘ગફલત કરી એ માટે સૉરી. ખરું કહું તો હું નામો લખેલો કાગળ ત્યાં નીચે ભૂલી ગયો છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK