શકુન બત્રાની ફિલ્મ દ્વારા લોકોને એક અલગ પ્રકારની સ્ટોરી દેખાડશે દીપિકા

Published: Feb 07, 2020, 17:22 IST | Mumbai Desk

શકુન આ ફિલ્મ દ્વારા લોકો અને તેમની રિલેશનશિપ્સ પર પ્રકાશ પાડશે. એક દર્શક અથવા તો એક ઍક્ટર તરીકે હું આવી ફિલ્મ જોવાનું અને કરવાનું પસંદ કરીશ.

દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મમાં ક્રાઇમની સ્ટોરીને અલગ રીતે દેખાડશે. તેણે જણાવ્યું હતું કે તેની આગામી ફિલ્મ હળવી નથી. આ ફિલ્મમાં અનન્યા પાન્ડે અને સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળશે. આ ફિલ્મ વિશે દીપિકાએ કહ્યું હતું કે ‘પ્રામાણિકપણે કહું તો શકુનની ફિલ્મને હળવી ન કહી શકાય. જોકે મારી છેલ્લી ફિલ્મની સરખામણીએ આ ફિલ્મ થોડી હળવી રહેવાની છે. મારું કૅરૅક્ટર ફિલ્મમાં ઇમોશનલ તબક્કામાંથી પસાર થાય છે. એ પાત્ર ચૅલેન્જિંગ છે. ક્રાઇમની સ્ટોરીને અલગ પ્રકારે લઈને આવીશું. આવી ફિલ્મો ઇન્ડિયન સિનેમામાં વધારે જોવા નથી મળી. જોકે દર્શકો આવી ફિલ્મો જોવા માટે તૈયાર છે. અમે આ ફિલ્મને અલગ પ્રકારે રજૂ કરવાના છીએ પછી હૉલીવુડની ફિલ્મો હોય કે ડિજિટલ પ્લૅટફૉર્મ હોય. ફિલ્મની જ્યાં સુધી વાત છે તો શકુન આ ફિલ્મ દ્વારા લોકો અને તેમની રિલેશનશિપ્સ પર પ્રકાશ પાડશે. એક દર્શક અથવા તો એક ઍક્ટર તરીકે હું આવી ફિલ્મ જોવાનું અને કરવાનું પસંદ કરીશ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK