બનો તો દીપિકા ચિખલીયા બનો, પાદુકોણ નહીં, જુઓ કેવા બની રહ્યા છે મીમ્સ

Updated: 24th September, 2020 13:40 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દીપિકા પાદુકોણનું નામ ડ્રગ કેસમાં આવતા ઇન્ટરનેટ પર મીમ્સની ભરમાર

લોકોએ ઘણાં મીમ્સ વાઇરલ કર્યા છે
લોકોએ ઘણાં મીમ્સ વાઇરલ કર્યા છે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ઘણા એન્ગલ હોવાનું જોવા મળે છે. તેના મૃત્યુને ત્રણ મહિના વીતી ગયા છે. આ કેસને લઇને જાતભાતના એંગલ્સ ચર્ચાયા છે અને તેમાંથી સૌથી આશ્ચર્યજનક બાબત બહાર આવી છે તે છે ડ્રગ એંગલ. હાલમાં બૉલીવુડમાં ડ્રગ્સનો ઉપયોગ અને કોણ કોણ આ ચક્કરમાં સંડોવાયેલું છે તેની તપાસ ચાલી રહી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું (Rhea Chakraborty) નામ પ્રથમ બહાર આવ્યું અને તેની ધરપકડ કરવામાં આવી. ગઇકાલથી તેમાં દીપિકા પાદૂકોણનું (Deepika Padukon) નામ પણ આવ્યું અને આ નામ જાહેય થયા પછી મીમર્સ કંઇ અટકવાના નહોતા. દીપિકા પાદુકોણનો બહિષ્કાર કરવાની સાથે તેની સાથે જોડાયેલા ઘણા મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. દીપિકા પાદૂકોણને પૂછપરછ માટે ગોઆથી મુંબઇ બોલાવવામાં આવી છે. તેની પૂછપરછ આજે થાય તેવી પુરી શક્યતાઓ છે. જુઓ કેવા મીમ્સ વાઇરલ થઇ રહ્યા છે દીપિકાનું નામ આવ્યા બાદ.

આ પ્રકારના મીમ્સથી ઇન્ટરનેટ છલકાઇ રહ્યું છે. જોવાનું રહ્યું કે અંતે દીપિકાની પૂછપરછમાંથી શું બહાર આવે છે.

First Published: 24th September, 2020 13:17 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK