Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ દિવસે રીલિઝ થશે દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક'નું ટ્રેલર

આ દિવસે રીલિઝ થશે દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક'નું ટ્રેલર

09 December, 2019 03:06 PM IST | Mumbai

આ દિવસે રીલિઝ થશે દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક'નું ટ્રેલર

છપાકમાં દીપિકા પાદુકોણ

છપાકમાં દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકનું પોસ્ટર જોયા બાદ લોકોને ફિલ્મના ટ્રેલરની રાહ હતી. જો તમે પણ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા તો હવે તમારી રાહ ખતમ થવાની છે, કારણ કે ટ્રેલર રીલીઝ થવાની તારીખ સામે આવી રહી છે. દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક પોસ્ટર શેર કર્યા છે. સાથે જ તેણે જણાવ્યુ કે ટ્રેલર ક્યારે રીલિઝ થશે.

દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર બે ફોટોસ એક કેટલાક સેકન્ડનો વીડિયો શેર કર્યો છે જેની સાથે તેણે લખ્યું છે, છપાકનું ટ્રેલર 10 ડિસેમ્બરે રીલિઝ કરવામાં આવશે જેમાં કાંઈ જ નજર નથી આવી રહ્યું. વીડિયોમાં માત્ર પાણી દેખાઈ રહ્યું છે જેની વચ્ચે લખવામાં આવી રહ્યું છે કે ટ્રેલર કાલે રિલીઝ કરવામાં આવશે.




25 માર્ચે દીપિકાએ ફિલ્મનું પોસ્ટર રીલિઝ કર્યું હતું. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. જે બાદ લોકોને ટ્રેલર જોવાની બેચેની વધી ગઈ હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મ લક્ષ્મી અગ્રવાલ નામની એક એસિડ અટેક સર્વાઈવરના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા એક એવી યુવતીની ભૂમિકામાં છે જેના પર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2019 03:06 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK