દીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સુંદર એશિયન મહિલા, કહી આ વાત

Published: Dec 13, 2019, 20:06 IST | Mumbai Desk

એક્ટ્રેસ દીપિકા પાદુકોણને લંડનમાં એક ઑનલાઇન પોર્ટલે દાયકાની સૌથી સેક્સી એશિયન મહિલા પણ જાહેર કરી છે.

દીપિકા પાદુકોણને લંડનના એક ઑનલાઇન પોર્ટલે દાયકાની સૌથી સુંદર એશિયન મહિલા જાહેર કરી છે. તો દીપિકા પાદુકોણનું કહેવું છે કે તેની ફિલ્મ છપાક આપણી સુંદરતાની સમજણને નવી વ્યાખ્યા આપશે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણને લંડનમાં એક ઑનલાઇન પોર્ટલે દાયકાની સૌથી સેક્સી એશિયન મહિલા પણ જાહેર કરી છે.

આ વિશે વાત કરતાં દીપિકા પાદુકોણે કહ્યું, "મને આ વિડંબના લાગે છે આ એવા સમયે આવી છે જ્યારે છપાક જેવી ફિલ્મ રિલીઝ થવાની છે. આનાથી સારો સમય નથી કે આપણે સામાજિક રીતે સુંદરતા અને સેક્સ અપીલને બીજીવાર વ્યાખ્યાન્વિત કરવું જોઇએ. દીપિકાની ફિલ્મ છપાકનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું અને આને દર્શકો દ્વારા પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો."

દીપિકાએ તાજેતરમાં જ પોતાને ગમતી એક પહેલ શરૂ કરી છે. જેમાં તે પોતાના કલેક્શનમાંથી પોતાના કપડાં નીલામ કરે છે, તેના પૈસા લિવ લવ લાફ ફાઉન્ડેશનને જાય છે. ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય તણાવ, ચિંતા અને ડિપ્રેશન વિષયે જાગૃતિ ફેલાવવાનો છે. મેઘના ગુલઝારની ફિલ્મ છપાક સિવાય દીપિકા પાદુકોણ કબીર ખાનની ફિલ્મ 83માં પણ દેખાશે, જેમાં તે કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકામાં હશે. ફિલ્મ છપાકમાં દીપિકા પાદુકોણ એસિડ અટેક સર્વાઇવરની ભૂમિકા ભજવશે.

 
 
 
View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) onDec 1, 2019 at 11:48pm PST

આ ફિલ્મમાં વિક્રાન્ત મેસીની પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મના ટ્રેલર લૉન્ચ પર દીપિકા પાદુકોણ ઇમોશનલ થઈ ગઈ હતી અને ફિલ્મના ટ્રેલરને લઈને તેણે પોતાની વાત કહી હતી. ફિલ્મ છપાકનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે. દીપિકા આ સિવાય રણવીર સિંહની ફિલ્મમાં દેખાશે.

આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

જે ભારતની પહેલીવાર વિશ્વકપ જીત પર આધારિત છે. દીપિકા પાદુકોણ આ ફિલ્મને કૉ-પ્રૉડ્યૂસ પણ કરી રહી છે અને આ ફિલ્મ દ્વારા તે ફિલ્મ નિર્માતા તરીકે પણ ઓળખાશે. દીપિકાની રણવીર સિંહ સાથે લગ્ન પછી રિલીઝ થનારી પહેલી ફિલ્મ પણ હશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK