Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે જોડી જમાવશે દીપિકા પાદુકોણ

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે જોડી જમાવશે દીપિકા પાદુકોણ

19 July, 2020 01:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે જોડી જમાવશે દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ, પ્રભાસ

દીપિકા પાદુકોણ, પ્રભાસ


બૉલીવુડ અને સાઉથની ફિલ્મોના દિવાના માટે એક સારા સમાચાર છે. કારણકે સાઉથના સુપરસ્ટાર અને બૉલીવુડની અભીનેત્રી તેલુગુ ફિલ્મમાં જોડી જમાવવાના છે. પ્રભાસ (Prabhas) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) બહુ જલ્દી નાગ અશ્ચિન (Nag Ashwin) દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરવાના છે. આજે સવારે આ જાહેરાત કરીને વૈજયંતીમાલા ફિલ્મસે ફૅન્સને બહુ મોટી સરપ્રાઈઝ આપી છે.

વૈજયંતીમાલા ફિલ્મસે થોડાક સમય પહેલા જાહેરાત કરી હતી કે, રવિવારે સવારે 11 વાગ્યે એક સરપ્રાઈઝ જાહેર કરવામાં આવશે. સરપ્રાઈ આટલી મજેદાર હશે તેવું ફૅન્સે ક્યારેય વિચાર્યું નહોતું. પ્રભાસ અને દીપિકા અભિનિત આ તેલુગુ ફિલ્મનું દિગ્દર્શન યુવાન અને પ્રતિભાશાળી દિગ્દર્શક અશ્વિન નાગ કરશે. આ વાતની જાહેરાત કરતા વૈજયંતીમાલા ફિલ્મસે કહ્યું હતું કે, ભારતના બે સુપરસ્ટારને સાથે લાવી રહ્યાં છે.




કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ પૅન ઈન્ડિયાનું પ્રોજેક્ટ છે અને અત્યારે આ ફિલ્મને 'પ્રભાસ 21' નામ આપવામાં આવ્યું છે. તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કરવા માટે દીપિકા પાદુકોણ પણ બહુ જ ખુશ છે.


પ્રભાસ અને દીપિકા સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરતા દિગ્દર્શક નાગ અશ્વિને કહ્યું હતું કે, હું આ ફિલ્મમાં દીપિકાને અભિનય કરતા જોવા માટે ઉત્સુક છું. કારણકે આ પહેલાં કોઈ મેનસ્ટ્રીમ લીડે આ પ્રકારનું પાત્ર નહીં ભજવ્યું હોય. આ ફિલ્મ બધા માટે એક સરપ્રાઈઝ છે. તેમજ દીપિકા અને પ્રભાસની જોડી ફિલ્મની મુખ્ય હાઈલાઈટ હશે.

વૈજયંતીમાલા ફિલ્મસના 50 વર્ષની ઉજવણી નિમિત્તે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. વૈજયંતી મૂવીઝના પ્રોડયુસર અને સ્થાપક અશ્વિની દત્તનું કહેવું છે કે, ભારતીય દર્શકો માટે આ ફિલ્મ બહુ વિશેષ રહેશે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આગવું સ્થાન સ્થાપશે તેવી આશા છે. સ્ક્રિન પર નાગ અશ્ચિન, પ્રભાસ અને દીપિકાને જોવા માટે અમે પણ આતુર છીએ.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2020 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK