Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું દીપિકા પાદુકોણને પ્રભાસ સાથે કામ કરવાના મળી રહ્યાં છે 20 કરોડ?

શું દીપિકા પાદુકોણને પ્રભાસ સાથે કામ કરવાના મળી રહ્યાં છે 20 કરોડ?

22 July, 2020 06:47 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શું દીપિકા પાદુકોણને પ્રભાસ સાથે કામ કરવાના મળી રહ્યાં છે 20 કરોડ?

પ્રભાસ, દીપિકા પાદુકોણ

પ્રભાસ, દીપિકા પાદુકોણ


સાયન્સ ફિક્શન પર આધારિત નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત ફિલ્મથી તેલુગુ ફિલ્મમાં પ્રભાસ (Prabhas)ની સાથે બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) જોડી જમાવવાની છે. દીપિકા પાદુકોણ આ ફિલ્મ દ્વારા તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. તાજેતરમાં જ વૈજયંતીમાલા ફિલ્મસે આ ફિલ્મની જાહેરાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે દીપિકા પાદુકોણને 20 કરોડ રૂપિયા મળતા હોવાની ચર્ચા છે. જો આ સમાચાર સાચા હશે તો દીપિકા સાઉથમાં સૌથી વધુ ફી મેળવનારી પહેલી બૉલીવુડ અભિનેત્રી હશે.

ચર્ચા થઈ રહી છે કે, આ ફિલ્મ માટે પ્રભાસને 50 કરોડ રૂપિયા મળી છે. જ્યારે દીપિકા પાદુકોણને 20 કરોડ  રૂપિયા મળશે તેવી ચર્ચા ચાલી રહી છે. દીપિકા પહેલાં આલિયા ભટ્ટને ‘RRR’ માટે 12 કરોડ અને ‘થલાઈવી’ માટે કંગના રનોટને 18 કરોડની આસપાસ ફી મળી હોવાનું માનવામાં આવે છે.



કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં પહેલાં દીપિકાનાં રોલનું મહત્વ ઓછું હતું. જોકે, દીપિકાએ ફિલ્મમાં કામ કરવાની હા પાડતા હવે તેનાં રોલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મને નાગ અશ્વિન ડિરેક્ટ કરશે અને વૈજયંતી પ્રોડક્શન ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. હાલમાં જ આ પ્રોડક્શન કંપનીને 50 વર્ષ પૂરા થયાં હતાં. આ ફિલ્મ સાયન્સ-ફિક્શન પર આધારિત છે અને ફિલ્મમાં વર્લ્ડ વૉર 3ની વાત કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે.


પ્રભાસ સાથે કામ કરનાર દીપિકા પાદુકોણ પહેલી બૉલીવુડ અભિનેત્રી નથી. અ પહેલાં ફિલ્મ ‘સાહો’માં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી હતી. હાલમાં જ પ્રભાસની 20મી ફિલ્મ ‘રાધે શ્યામ’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2020 06:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK