રણવીર સિંહની પત્નીનું પાત્ર ભજવશે દીપિકા પાદુકોણ, કંઇક આવું હશે દ્રશ્ય

Published: May 14, 2019, 18:57 IST

દીપિકા પાદુકોણ વિશે જાણવા મળ્યું છે કે ફિલ્મ 83માં રણવીરની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળશે. લગ્ન પછી બન્નેની સાથે આ પહેલી ફિલ્મ હશે.

રણવીર સિંહ સાથે દીપિકા પાદુકોણ
રણવીર સિંહ સાથે દીપિકા પાદુકોણ

ગોલીયો કી રાસલીલા-રામલીલા, પદ્માવત કે બાજીરાવ મસ્તાની.... અત્યાર સુધી કોઇપણ ફિલ્મ નથી બની જેમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે સાથે કામ કર્યું હોય અને તે ફિલ્મની હેપ્પી એન્ડિંગ થઇ જાય. બાજીરાવ મસ્તાનીમાં બન્ને પાત્રોની મોત થઈ જાય છે. પદ્માવતમાં પણ એવું જ થાય છે. રામલીલામાં પણ બન્ને પાત્રો મરી જાય છે. માહિતી પ્રમાણે દર્શકોની આ ફરિયાદ હવે દૂર થઇ જશે.

દીપિકા પાદુકોણને રણવીર સિંહની આગામી ફિલ્મ 83 માટે ફાઇનલ કરી લેવામાં આવી છે. ભારતના પહેલા ક્રિકેટ વર્લ્ડ કપની સ્ટોરી પરથી બનેલી ફિલ્મ 83માં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવે છે અને દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં કપિલ દેવની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળશે. એટલું જ નહીં, રિપોર્ટ્સ પ્રમાણે દીપિકા આ ફિલ્મના પ્રૉડ્યુસર્સમાંની પણ એક હશે.

 
 
 
View this post on Instagram

cuddles & snuggles! smashed in the middle!❤️ @ranveersingh @anishapadukone

A post shared by Deepika Padukone (@deepikapadukone) onApr 24, 2019 at 3:40am PDT

મળતી માહિતી બાદ કેટલાય લોકો અનુમાન કરી રહ્યા હતા કે કદાચ દીપિકાનું આ ફિલ્મમાં માત્ર ગેસ્ટ અપિયરંસ થશે. પણ એક રિપોર્ટમાં સૂત્રો પ્રમાણે, "દીપિકાની ફિલ્મમાં સારો એવો રોલ છે કારણકે તે ફિલ્મમાં કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનું પાત્ર ભજવી રહી છે. સ્ટોરીમાં એક સીન એ પણ છે જ્યારે ભારતની વિકેટ્સ પડવા લાગે છે અને તે સ્ટેડિયમમાંથી બહાર નીકળી જાય છે."

રિપોર્ટ પ્રમાણે, "તે વખતે તે પાછી આવી જાય છે જ્યારે ભારત ફરી મેચ જીતવા લાગે છે. આ ખૂબ જ ડ્રામેટિક સીન છે. સાથે જ ફિલ્મમાં લવ સ્ટોરી બતાવવા માટે, અને પતિ પત્નીની તે બોન્ડિંગ બતાવવા માટે દીપિકાના પાત્રનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે."

આ પણ વાંચો : ટપુડાની આ સુંદર ગર્લફ્રેન્ડ આપે છે બૉલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર

દીપિકાના પોતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં તે ફિલ્મ છપાકની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દીપિકા એક એસિડ અટેક વિક્ટિમના પાત્રમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK